બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, 1600 કરોડના ખર્ચે બની રહેલા પુલનો ભાગ ધરાશાયી

હવે બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થયો છે. રાજધાની પટનામાં નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો છે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, બિહારના ઘણા જિલ્લાઓમાં તાજેતરના દિવસોમાં એક ડઝનથી વધુ પુલ ધરાશાયી થયા પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. બાંધકામ હેઠળના પુલનો જે ભાગ તૂટી પડ્યો તે 'બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુ'નો એક ભાગ છે જેની જાળવણી બિહાર રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ (BSRDCL) દ્વારા કરવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગર્ડરના બેરિંગ બદલતી વખતે આ દુર્ઘટના થઈ અને પિલર પર ગર્ડર મૂકતી વખતે એક ભાગ નીચે પડી ગયો.

BSRDCLના ચીફ જનરલ મેનેજર પ્રવીણ ચંદ્ર ગુપ્તાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, 'બેરિંગ બદલવું એ નિયમિત કામની એક પ્રક્રિયા છે, કોઈ જાનહાનિના સમાચાર નથી. અમે ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરવા સ્થળ પર જઈ રહ્યા છીએ.' રિપોર્ટ અનુસાર આ બ્રિજનું નિર્માણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારના CM નીતિશ કુમારે જૂન 2011માં 5.57 કિલોમીટર લાંબા બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. તે સમયે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 1,602.74 કરોડ અંદાજવામાં આવ્યો હતો.

પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહે કહ્યું, 'નિયમિત કામ દરમિયાન, બખ્તિયારપુર તરફના નિર્માણાધીન પુલનો એક ગર્ડર તૂટી પડ્યો', આ પ્રોજેક્ટ પૂરો થયા પછી, સમસ્તીપુરમાં નેશનલ હાઈવે 28 અને પટનામાં નેશનલ હાઈવે 31ને જોડી શકાશે.

આ પુલનો મુખ્ય ઉદ્દેશ્ય પટનામાં મહાત્મા ગાંધી સેતુ અને મોકામામાં રાજેન્દ્ર સેતુ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. પુલ પૂર્ણ થયા પછી, તે ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે અન્ય મહત્વપૂર્ણ માર્ગ લિંક તરીકે પણ કામ કરશે.

પુલનો એક ભાગ પડી જવાની ઘટના અંગે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્વિટર પર એક પોસ્ટમાં કટાક્ષ કરતા લખ્યું કે, 'આ ઘટના સાબિત કરે છે કે, NDA સરકારનો પાયો કમિશન, લાંચ, સંસ્થાકીય ભ્રષ્ટાચાર, નાણાકીય અનિયમિતતાઓ, ગેરકાયદે ખંડણી અને ગુનેગારો દ્વારા સંગઠિત લૂંટ પર આધારિત છે.'

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.