કલમ 370 અંગે આપેલું વચન પૂરું કર્યું, કોમન સિવિલ કોડ પર કામ ચાલું છેઃ રાજનાથસિંહ

લખનૌમાં એક કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો નેતાઓએ તેમના અડધા વચનો પણ પૂરા કર્યા હોત તો દેશમાં વિશ્વસનીયતાનું સંકટ ના હોત. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે (12 જાન્યુઆરી) લખનૌમાં મહારાજા હરિશ્ચંદ્ર જયંતિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કોમન સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું, અમારી સરકારે કલમ 370 અંગે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે, નાગરિકતા કાયદાની વાત કરી હતી તે પણ પૂરી કરી છે અને હવે કોમન સિવિલ કોડ (UCC) પર કામ ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે હું વચનો આપતો નથી કારણ કે ભારતીય રાજકારણમાં રાજકારણીઓએ ઘણા વચનો આપ્યા છે, પરંતુ જો તેમાંથી અડધા પૂરા થયા હોત તો દેશમાં વિશ્વસનીયતાનું સંકટ ના હોત. પ્રધાનમંત્રી મોદીએ 2019માં મારી પાસેથી જ ઘોષણાપત્ર માટે કહ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે લોકો જે વાત ઘોષણાપત્રમાં કહીએ છીએ તેને ભલે ગમે તે થાય આપણે પૂર્ણ કરવાની કાળજી લેવી જોઈએ.

રાજનાથ સિંહે કહ્યું કે સ્વામી વિવેકાનંદ ભારતના પ્રથમ ગ્લોબલ યૂથ આઇકોન છે. કેટલીક શક્તિઓ લોકોમાં વિમુખતાની ભાવના પેદા કરી રહી છે. આપણે એ સંસ્કૃતિમાં માનનારા લોકો છીએ, જે કાળા સાપને પણ દૂધ પીવડાવે છે. આપણા સાંસ્કૃતિક વારસા પર આપણને ગર્વ હોવો જોઈએ, જેમ વૃક્ષ મૂળ વિના વિશાળ બની શકતું નથી, તેવી જ રીતે સંસ્કૃતિને સમજ્યા વિના કોઈ પણ સંસ્કૃતિ મહાન બની શકતી નથી.

તેમણે કહ્યું કે ભારતના વિકાસમાં સમાજના તમામ વર્ગોની ભાગીદારી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક સ્વાભિમાની, સક્ષમ અને સમૃદ્ધ દેશ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. રક્ષા મંત્રીએ કહ્યું કે આપણા બધા માટે આનંદની વાત છે કે હવે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. તે મંદિર માત્ર ભગવાન શ્રી રામનું મંદિર જ નહીં, પણ 'રામ રાજ્ય'ના વિચારનું વૈશ્વિક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બનશે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.