પબ્જી રમતા રમતા ગુમાવી બેઠો માનસિક સંતુલન, દીકરાએ માતા-પિતાને ઉતાર્યા મોતને ઘાટ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં દીકરાએ પોતાના માતા-પિતાની ધારદાર હથિયારોથી હત્યા કરી દીધી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે દૂધવાળો ઘરે પહોંચ્યો હતો. તેણે ઘરની અંદર ડોકિયું કરીને જોયું તો ઘરના માલિક અને તેની પત્ની લોહીથી લથબથ થઈને ફર્શ પર પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોર્ચૂરી મોકલાવ્યા છે. દીકરાએ પોતાના માતા-પિતાની હત્યાની વાત સ્વીકારી છે. પોલીસે ઘટનાની આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના ઝાંસી શહેરના નવાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ગુમનાબાર વિસ્તારમાં વ્યવસાયે સરકારી શિક્ષક 60 વર્ષીય લક્ષ્મી પ્રસાદ પોતાની પત્ની 55 વર્ષીય વિમલા અને દીકરો અંકિત (ઉંમર 28 વર્ષ) સાથે રહેતા હતા. શનિવારે સવારે દૂધવાળો લક્ષ્મી પ્રસાદના ઘરે દૂધ આપવા પહોંચ્યો હતો. તેણે દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ ન નીકળ્યું.  જ્યારે દૂધવાળાએ અંદર ડોકિયું કરીને જોયું તો લક્ષ્મી પ્રસાદ અને તેની પત્ની વિમલ લોહીથી લથબથ ફર્શ પર પડ્યા હતા.

તેને જોઈને દૂધવાળાના હોશ ઊડી ગયા. તેણે બૂમો પાડવાની શરૂ કરી દીધી અને મોહલ્લાના રહવાસીઓને એકત્ર કર્યા. ઘણા લોકો ત્યાં પહોંચ્યા. આ લોકોએ જેમ તેમ કરીને લક્ષ્મી પ્રસાદના ઘરમાં પ્રવેશ કર્યો. જોયું તો લક્ષ્મી પ્રસાદ અને તેની પત્ની વિમલા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈને જમીન પર પડ્યા હતા અને રૂમમાં તેમનો દીકરો અંકિત આઘાતમાં ડરીને બેઠો હતો. પોલીસને જાણકારી આપવામાં આવી.

ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે જોયું તો બંને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડ્યા, અહી પહોંચવા અગાઉ લક્ષ્મી પ્રસાદનું મોત થઈ ગયું હતું. સારવાર દરમિયાન વિમલાનું મોત થઈ ગયું. પોલીસે ત્યારબાદ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. તો પોલીસે મૃતકોના પુત્ર અંકિતને કસ્ટડીમાં લીધો છે. ઘટનાની જાણકારી આપતા ઝાંસીના SSP રાજેશ એસ.એ કહ્યું કે, દીકરા દ્વારા લાકડીથી ગંભીર રૂપે મારવાના કારણે પતિ-પત્નીના મોત થઈ ગયા.

માનસિક વિક્ષિપ્ત દીકરાએ હત્યાની વાત કબૂલી છે. ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સામે આવ્યું કે, અંકિતનું 2 વર્ષથી માનસિક સંતુલન સારું નથી. તે પબ્જી ગેમ રમતો હતો. દિવસ હોય કે રાત, તેનું કામ પબ્જી રમવાનું રહેતું હતું. ગેમની લતના કારણે તેનું માનસિક સંતુલન બગડી ગયું. ત્યારબાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. લોકોના જણાવ્યા મુજબ, તેણે પહેલા પોતાના પિતા પર હુમલો કર્યો અને પછી માતાને ઢોર માર મારીને મારી નાખી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.