- National
- રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે સરકાર બદલાશે તો, મારી ગેરંટી છે કે...
રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે સરકાર બદલાશે તો, મારી ગેરંટી છે કે...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 29 માર્ચ, શુક્રવારે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમના સત્તાવાર X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, જ્યારે સરકાર બદલાશે તો લોકતંત્રનું ચિરહરણ કરનારા લોકો પર કાર્યવાહી ચોક્કસ કરવમાં આવશે. એવી કાર્યવાહી થશે કે બીજી વખત આવું બધું કરવાની કોઇની હિંમત નહીં રહે એ મારી ગેરંટી છે.
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
રાહુલ ગાંધીએ તેમનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં રાહુલે CBI, ED જેવી સંસ્થાઓને ચિમકી આપી છે કે, જો આ સંસ્થાઓ પોતાનું કામ કર્યું હોત, જો CBIએ તેનું કામ કર્યું હોત, જો EDએ તેનું કામ કર્યું હોત, તો આવું ન થયું હોત. તો તેઓએ એ પણ વિચારવું જોઈએ કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે એક દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય. તેથી તેઓએ પણ વિચારવું જોઈએ.
શુક્રવારે જ કોંગ્રેસે પણ લગભગ આ જ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે તેને પાંચ અલગ-અલગ નાણાકીય વર્ષના ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતતાઓ માટે 1823.08 કરોડ રૂપિયાની ચુકવણી માટે નવી નોટિસ જારી કરી છે, પરંતુ આવકવેરા વિભાગે ભાજપને લઇને આંખ બંધ કરી દીધી છે. જ્યારે તેમની પર 4600 કરોડ રૂપિયાનો દંડ બને છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પહેલાં ટેક્સ ટેરરિઝમના માધ્યમથી વિપક્ષ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે,આખા દેશને ખબર પડી ગઇ છે કે ચૂંટણી બોન્ડ કૌભાંડ કરીને ભાજપે લગભગ 8250 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. ભાજપ સરકાર જુદી જુદી રીતે વિપક્ષને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. રમેશે કહ્યું કે, પણ અમે ડરવાના નથી. અમે ચૂંટણી અભિયાન ચાલું રાખીશું. જે લોકો અમને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, એ જ લોકો પોતે ડરેલા છે.
આવકવેરા અધિકારીઓએ રૂ. 210 કરોડનો દંડ અને તેમના બેંક ખાતાઓ 'ફ્રીઝ' કરવાને કારણે કોંગ્રેસ પહેલેથી જ ભંડોળની અછતનો સામનો કરી રહી છે. પક્ષને આ મામલે હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને ટૂંક સમયમાં તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આર્થિક રીતે પંગુ બનાવવા માટે અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.