મનરેગાની જગ્યાએ લોન્ચ થયેલી VB-G RAM G યોજનાની શરૂઆત ખરાબ

'વિકાસ ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)' (VB-G RAM G)ના અમલીકરણથી દેશમાં ગ્રામીણ રોજગારને મોટો ફટકો પડ્યો છે. આ યોજના આ વર્ષે 1 જુલાઈના રોજ લાગુ કરવામાં આવી હતી. સરકારી આંકડા અનુસાર, ગયા વર્ષના જુલાઈની સરખામણીમાં તેના પહેલા મહિનામાં જ રોજગાર સર્જનમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. સરકારે બે દાયકા જૂની મનરેગા યોજનાને નવું નામ આપ્યા પછી આ યોજના અમલમાં મૂકી હતી, ત્યાર પછી આ ઘટાડો થયો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 9 ઓગસ્ટના સરકારી ડેટા દર્શાવે છે કે, જુલાઈ 2026માં VB-G RAM G યોજના હેઠળ ફક્ત 7.67 કરોડ વ્યક્તિ-દિવસ (કામના દિવસો) ઉત્પન્ન થયા હતા. આ ગયા વર્ષના a જ મહિનામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS) હેઠળ ઉત્પન્ન થયેલા 15.33 કરોડ વ્યક્તિ-દિવસની તુલનામાં 49.94 ટકાનો ઘટાડો દર્શાવે છે.

VB-G-Ram-G-Scheme
navbharattimes.indiatimes.com

જોકે VB-G RAM G ડેશબોર્ડ જુલાઈમાં 7.67 કરોડ વ્યક્તિ-દિવસ દર્શાવે છે, પરંતુ ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે, યોજનાના અમલીકરણના પહેલા મહિનામાં આશરે 9 કરોડ વ્યક્તિ-દિવસ ઉત્પન્ન થયા હતા. VB-G RAM G યોજનાથી લાભ મેળવનારા પરિવારોની સંખ્યા આ વર્ષે જુલાઈમાં 51.45 ટકા ઘટીને 68.94 લાખ થઈ ગઈ. મનરેગા હેઠળ, ગયા વર્ષે આ જ મહિનામાં આ સંખ્યા 1.42 કરોડ હતી.

વ્યક્તિ-દિવસ એ કાર્ય માપનનું એકમ છે, જે એક વ્યક્તિ દ્વારા પુરા કામકાજના દિવસમાં (સામાન્ય રીતે 8 કલાક) કરવામાં આવેલા કામની માત્રા દર્શાવે છે. અહીં, 1 વ્યક્તિ-દિવસનો અર્થ એ છે કે એક મજૂરને એક દિવસ માટે રોજગાર મળ્યો. ઉદાહરણ તરીકે, જો 10 મજૂરોએ ગામમાં એક તળાવ બનાવવા માટે 5 દિવસ કામ કર્યું છે, તો ત્યાં ઉત્પન્ન થયેલ કુલ રોજગાર 50 વ્યક્તિ-દિવસ (10 મજૂરો × 5 દિવસ) ગણવામાં આવશે.

VB-G-Ram-G-Scheme
aajtak.in

ગ્રામીણ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 95,692 કરોડનો રેકોર્ડ બજેટ અંદાજ ફાળવ્યો છે. આ કોઈપણ ગ્રામીણ રોજગાર કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ સૌથી વધુ બજેટ છે. અધિકારીએ કહ્યું, 'આમ જોવા જઈએ તો, આ કાર્યક્રમ સમગ્ર દેશમાં સારી રીતે અમલમાં મુકાઈ રહ્યો છે. રોજગાર શોધતા 98 ટકાથી વધુ ગ્રામીણ પરિવારોને કામ પૂરું પાડવામાં આવ્યું છે. 1.33 કરોડથી વધુ ગ્રામીણ મજૂરોને રોજગારી આપવામાં આવી છે, અને 9 લાખથી વધુ સક્રિય કાર્યસ્થળો દ્વારા કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.'

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઉત્પન્ન થયેલા કુલ વ્યક્તિ-દિવસના આશરે 63 ટકા મહિલાઓએ યોગદાન આપ્યું છે, જે એક તૃતીયાંશ ભાગીદારીની કાનૂની જરૂરિયાત કરતાં ઘણું વધારે છે.

VB-G-Ram-G-Scheme
thelallantop.com

VB-G RAM G યોજના હેઠળ, ગ્રામીણ પરિવારોને નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારની ખાતરી આપવામાં આવે છે, જ્યારે મનરેગા હેઠળ 100 દિવસ મળતા હતા. જેમાં એક નાણાકીય વર્ષમાં 60 દિવસ માટે રોજગાર ગેરંટીને સંપૂર્ણપણે સ્થગિત કરવાની પણ જોગવાઈ કરે છે, જેમાં વાવણી અને લણણીની મુખ્ય કૃષિ ઋતુઓનો સમાવેશ થાય છે, જેથી મજૂરો ખેતરોમાં કામ કરી શકે.

યોજનામાં આ રીતે અટકાવવાથી તે મજૂરોના રોજગાર અધિકારોને અસર કરતી નથી, કારણ કે વર્ષના બાકીના 305 દિવસો દરમિયાન તેમના 125 દિવસના ગેરંટીકૃત કામ પૂરા પાડવામાં આવે છે. આનાથી ખેડૂતોને સમયસર તેની મજૂરી મળી જાય છે અને ગ્રામીણ મજૂરોને ખેતરમાં કામ અને સરકારી યોજનાઓ બંનેમાંથી આવક મેળવવાની તક મળે છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં સાસુ-વહુ બનીને આવેલી મહિલાઓ 11 જોડી ઝાંઝર ઉપાડી ગઇ

સુરત શહેરમાં જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી ચતુર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે અમરોલી વિસ્તારમાં પણ આવી જ એક...
Gujarat 
સુરતમાં સાસુ-વહુ બનીને આવેલી મહિલાઓ 11 જોડી ઝાંઝર ઉપાડી ગઇ

રાજકીય મતભેદો ભૂલીને મુંબઇમાં ભેગા થયા દિગ્ગજ, સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકશાહીની સુંદરતાનો પુરાવો એ છે કે દિલ્હીમાં સંસદ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વિવિધ મુદ્દાઓ પર ટકરાઈ રહ્યા...
Politics 
રાજકીય મતભેદો ભૂલીને મુંબઇમાં ભેગા થયા દિગ્ગજ, સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં હાજરી આપી

‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ...
Business 
‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત...
National 
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.