ભાજપ હવે જાહેરાત કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશેઃ સંજય રાઉત

આજકાલ દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જ ચર્ચા ચાલી રહી છે. હજારો લોકોને આના માટે આમંત્રણ મોકલી દેવાયું છે. પણ અમુક લોકો નારાજ પણ છે, જેમને આમંત્રણ મોકલાયું નથી, જેમાં ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાનો પણ સમાવેશ થાય છે, જેમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને ઈન્વિટેશન મોકલવામાં આવ્યું નથી જેને લઈને રાજ્યસભા સાંસદ અને શિવસેનાના મોટા નેતા સંજય રાઉતે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હવે ફક્ત એક વસ્તુ બચી છે કે ભાજપ એલાન કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશે. ભગવાન રામના નામે બહુ રાજનીતિ થઈ રહી છે.

સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપે આખા કાર્યક્રમને એક પ્રાઇવેટ ઈવેન્ટ બનાવી દીધી છે. આનાથી આ સાબિત થાય છે કે આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. તેમણે ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા વિપક્ષના નેતાઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા કહ્યું હતું કે, તેમના નેતાઓને કોઈના આમંત્રણની જરૂર નથી. શિવસેનાનો ઉત્તર પ્રદેશના આ શહેરથી જૂનો સંબંધ છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. સંજય રાઉતે દાવો કર્યો કે, ભાજપે 1992મા બાબરી મસ્જિદ પાડવાને લઈને શિવસેનાને જવાબદાર ગણાવી હતી. એ સમયે શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેએ આની જવાબદારી લીધી હતી.

Related Posts

Top News

‘આ મારા માટે ખૂબ અંગત..’, કોહલીના સંન્યાસ પર સચિને કર્યો 12 વર્ષ જૂના ગળાના દોરાનો ઉલ્લેખ

સોમવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. તેના નિર્ણય બાદ, ઘણા દિગ્ગજ સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે....
Sports 
‘આ મારા માટે ખૂબ અંગત..’, કોહલીના સંન્યાસ પર સચિને કર્યો 12 વર્ષ જૂના ગળાના દોરાનો ઉલ્લેખ

ગોંડલમાં ખાર્ખી વર્દીમાં ખોટા કામ કરનારા પોલીસોએ ફળ ભોગવવું પડશે: અલ્પેશ કથિરિયા

ગુજરાતનું ગોંડલ ફરી ચર્ચામાં આવી ગયું છે. સુરતના ભાજપના નેતા અલ્પેશ કથિરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ...
ગોંડલમાં ખાર્ખી વર્દીમાં ખોટા કામ કરનારા પોલીસોએ ફળ ભોગવવું પડશે: અલ્પેશ કથિરિયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-05-2025 દિવસ: શુક્રવાર  મેષ: તમારે મિત્રોના કહેવા પર કોઈપણ યોજનાનો ભાગ બનવાની જરૂર નથી, નહીં તો તમારે મોટું જોખમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આગામી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ગુજરાત નજીક અરબ...
Gujarat 
આગામી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.