સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી, ઑક્સિજન સપોર્ટ પર AAP નેતા

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્યા બાદ પડી ગયા હતા. તેમને DDU હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેની તબિયત બગડી છે અને તેમને અત્યારે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને દિલ્હીની LNJP હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સત્યેન્દ્ર જૈનને બીજી વખત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ અગાઉ પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુના હાડકાંમાં ગંભીર ઇજા થઈ હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

તિહાડ જેલ પ્રશાસન મુજબ, ગુરુવારે સવારે 6:00 વાગ્યાની આસપાસની આ ઘટના છે. સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા. ડૉક્ટરોએ સત્યેન્દ્ર જૈનની તપાસ કરી છે અને કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સામાન્ય છે. હાલમાં તેમને DDU મોકલવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈને પીઠ, પગ અને ખભા પર દુઃખાવાની ફરિયાદ કરી હતી. તિહાડ પ્રશાસન મુજબ, તેમની સર્જરી થવાની છે, તેના બધા પરીક્ષણ કરી લેવામાં આવશે. સ્પાઇનમાં તેમને પરેશાની થઈ રહી છે. આ અગાઉ પણ સોમવારે તેમને હૉસ્પિટલમાં સ્પાઇન પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા.

જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત 3 દિવસ અગાઉ બગડ્યા બાદ તેમને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ખૂબ પાતળા નજરે પડ્યા હતા. સત્યેન્દ્ર જૈનનું વજન લગભગ 35 કિલો ઓછું થયું છે. તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જઈને થોડા સમય અગાઉ ફરિયાદ કરી હતી કે તેઓ ઉદાસ અને એકલા અનુભવી રહ્યા છે. ત્યારબાદ તિહાડ જેલ પ્રશાસને કહ્યું હતું કે, તેઓ મનોવૈજ્ઞાનિકની મદદ લેશે.

સત્યેન્દ્ર જૈનની તબિયત બગડ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી છે. આ દરમિયાન તેમણે લખ્યું કે, જે વ્યક્તિ જનતાની સારી સારવાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા, આજે એ ભલા વ્યક્તિને એક તાનાશાહ મારવા પર લાગ્યા છે એ તાનાશાહનો એક જ વિચાર છે. બધાને સમાપ્ત કરી દેવાની, તેઓ માત્ર હું હું માં જ જીવે છે. તેઓ માત્ર પોતાને જ જોવા માગે છે. ભગવાન બધુ જોઈ રહ્યા છે. તેઓ બધા સાથે ન્યાય કરશે. ભગવાનને સત્યેન્દ્ર જૈનના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ વિપરીત પરિસ્થિતિ સામે લડવાની શક્તિ આપે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના યુવા સંવાદ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ' દરમિયાન મંચ...
Politics 
રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

ટ્રેન મુસાફરી દરમિયાન ટિકિટ ચેક કરવી એ એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કોઈ મુસાફર ટિકિટ વિના પકડાય છે અને...
National 
TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

જગતજનની મા આધ્યશક્તિની ભક્તિ, શક્તિ અને આરાધનાનું પવિત્ર મહાપર્વ એટલે નવરાત્રિ. પ્રાચીન કાળથી ગુજરાતની ઓળખ રહેલા શેરી ગરબા...
Gujarat 
નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.