વાદળી ડ્રમવાળી મુસ્કાનના માતા-પિતાએ ‘ઘર વેચવાનું છે’ આવું પોસ્ટર કેમ લાગ્યું છે? જાણો પિતાનું દુઃખ

મેરઠના સૌરભ રાજપૂત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પતિની ક્રૂરતાથી હ*ત્યા કરીને તેના શરીરના ટુકડા વાદળી ડ્રમમાં છુપાવનાર મુસ્કાનનો પરિવાર હવે તે પોતાનું ઘર અને શહેર બંને છોડવા માગે છે. બ્રહ્મપુરીના ઇન્દિરા નગરમાં મુસ્કાન રસ્તોગીના ઘરની બહાર ‘હાઉસ ફોર સેલ’ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા છે કે આ ઘટનાના 8 મહિના બાદ પરિવાર પોતાનું ઘર અને શહેર કેમ છોડવા માગે છે. આ પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

મુસ્કાનના પિતા પ્રમોદ રસ્તોગીનું કહેવું છે કે તેમનો પરિવાર હવે શહેરમાં રહેવા માગતો નથી કારણ કે, હવે તેમની પાસે માત્ર ખરાબ યાદો રહી ગઈ છે. તેઓ મેરઠ છોડીને નવેસરથી શરૂઆત કરવા માગે છે. મુસ્કાનની માતા અને ભાઈ આ નિર્ણયમાં તેની સાથ છે. મુસ્કાનને કારણે પરિવારને ભારે શરમનો સામનો કરવો પડી રહ્યો છે.

muskan.jpg-4

મુસ્કાનના પિતાએ કહ્યું કે, 3 માર્ચ 2025ના રોજ બનેલી આ ઘટનાથી તેમના પરિવાર પર સામાજિક અને આર્થિક બંને રીતે પ્રતિકૂળ અસર પડી છે. ગ્રાહકોએ તેમની જ્વેલરીની દુકાનમાં આવવાનું બંધ કરી દીધું છે અને ઉધાર આપનારાઓએ પણ લેવડ-દેવડ બંધ કરી દીધી છે. મુસ્કાનની નાની બહેન ઘરે ટ્યૂશન ભણાવતી હતી. બાળકોએ પણ તેની પાસે આવવાનું બંધ કરી દીધું છે અને તેની આવકનો સોર્સ બંધ થઈ ગયો છે.

નોંધનીય છે કે, મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દિરા નગરમાં રહેતી મુસ્કાન રસ્તોગીએ તેના બોયફ્રેન્ડ સાહિલ સાથે મળીને 3 માર્ચે પોતાના પતિ સૌરભ રાજપૂતની હ*ત્યા કરી દીધી હતી. તેમણે મૃતદેહના ચાર ટુકડા કરી વાદળી ડ્રમમાં નાખી દીધા અને સિમેન્ટ ભરી દીધી હતી. ઘટના બાદ, તેઓ હિમાચલ પ્રદેશ ફરવા જતા રહ્યા હતા. જ્યારે મુસ્કાને તેના પરિવારને આ અંગે જાણ કરી, ત્યારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

muskan

પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી અને 19 માર્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા. ત્યારથી સાહિલ અને મુસ્કાન મેરઠ જિલ્લા જેલમાં કેદ છે. અહેવાલો અનુસાર, મુસ્કાન ગર્ભવતી પણ છે અને સૌરભના પરિવારે બાળક માટે DNA ટેસ્ટ કરાવવાની વાત કહી છે. પરિવારનું કહેવું છે કે જો બાળક સૌરભનું છે, તો તેઓ તેને સ્વીકારશે, નહિંતર તો નહીં. મુસ્કાનના પરિવારે તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.