- National
- સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું
સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું

પહેલગામની ઘટના પછી ભારતે પાકિસ્તાન સામે જે 5 પગલાં લીધા તેમાં પાકિસ્તાની નાગરિકોના ભારતીય વિઝા રદ કરવાનો નિર્ણય પણ મહત્ત્વનો છે. 27 એપ્રિલે પાકિસ્તાનીઓને ભારત છોડવાની ડેડ લાઇન છે. ત્યારે સવાલ એ છે કે, સીમા હૈદર જેવા લોકોનું શું થશે?
ભારતે લોંગ ટર્મ વીઝા સાથે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને આ આદેશમાંથી મૂક્ત રાખ્યા છે. જેમાં મોટા ભાગના લોંગ ટર્મ વિઝા પાકિસ્તાનના અલ્પસંખ્યક હિંદુઓના છે.પાકિસ્તાની મહિલા જે ભારતીય પુરુષ સાથે લગ્ન કરીને ભારતમાં રહે છે અથવા પાકિસ્તાનમાં લગ્ન કરીને વિધવા અછવા છુટાછેડા કરીને ભારત પાછી ફરેલી મહિલા આ બધાને આદેશમાં થી મૂક્તિ છે. પરંતુ સીમા હૈદરનો કેસ અલગ છે. તે ગેરકાયદે રીતે નેપાળના રસ્તેથી ભારત આવી હતી અને સચિન નામના યુવક સાથે લગ્ન કરીને ધર્મ પણ બદલ્યો છે. તેણે ભારતની નાગરિકતા માટે અરજી કરી છે, પરંતુ અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડીંગ છે. આ વિશે ભારત સરકાર નિર્ણય કરશે કે સીમા હૈદર જેવી વ્યક્તિઓને ભારતમા જ રહેવા દેવી કે પછી પાકિસ્તાન મોકલી આપવી.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Opinion
