1700ની ચંપલ 1 મહિનામાં તૂટી ગઇ, ગ્રાહક ફોરમ પહોંચ્યો યુવક; શૉરૂમના મેનેજર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં ગ્રાહક અધિકારો અંગે એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શૉરૂમ મેનેજર માટે માત્ર ચંપલની જોડી અંગેની ફરિયાદ હવે કાયદાકીય સમસ્યા બની ગઈ છે. જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે શૉરૂમના મેનેજર મોહમ્મદ ઉસ્માન સામે બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું છે. ગ્રાહક ફોરમના આદેશોની સતત અવગણનાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ મામલો 2022માં બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, સીતાપુરના બટ્સગંજના રહેવાસી આરિફે 17 મે, 2022ના રોજ ટ્રાન્સપોર્ટ ચાર રસ્તા નજીક એક શૉરૂમમાંથી 1,700 રૂપિયામાં ચંપલની જોડી ખરીદી હતી. ખરીદીના સમયે શૉરૂમ મેનેજર દ્વારા ચંપલ પર 6 મહિનાની વોરન્ટીનો દાવો કર્યો હતો, પરંતુ એવો આરોપ છે કે ખરીદીના માત્ર એક મહિનામાં જ ચંપલ ખરાબ થઇને તૂટવા લાગી.

chappals
dmodot.com

પીડિત આરિફનું કહેવું છે કે જ્યારે તે પોતાની ફરિયાદ લઈને શૉરૂમ ગયો ત્યારે શરૂઆતમાં તેને ગોળગોળ જવાબ આપવામાં આવતો. બાદમાં શૉરૂમ મેનેજરે ચંપલ પોતાની પાસે રાખી લીધી, પરંતુ ન તો નવી  ચપ્પલ આપી કે ન તો પૈસા પરત કર્યા. સતત પરેશાન થયા બાદ આરિફે 17 ઓક્ટોબર, 2022ના રોજ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.

ગ્રાહક ફોરમે શૉરૂમના મેનેજરને ઘણી નોટિસો ફટકારી, પરંતુ એવો આરોપ છે કે મેનેજર ફોરમ સમક્ષ ન તો હાજર થયા કે ન તો પોતાનો પક્ષ રજૂ કર્યો. ત્યારબાદ, 8 જાન્યુઆરી, 2024ના રોજ ફોરમે શૉરૂમના મેનેજરને ચંપલની કિંમત પરત કરવા, માનસિક હેરાનગતિ માટે 2,500 રૂપિયા અને કેસના ખર્ચ તરીકે 5,000 રૂપિયા એટલે કે કુલ 9,20 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.

chappals3
dmodot.com

કહેવામાં આવી રહ્યું છે કે ફોરમના આ આદેશનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. આ આદેશના ઉલ્લંઘન બાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 72 હેઠળ વિવિધ કેસ નંબર 12/2024માં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લા ગ્રાહક ફોરમે સીતાપુરના પોલીસ અધિક્ષકને એક પત્ર મોકલીને નિર્દેશ આપ્યો હતો કે 2 જાન્યુઆરી, 2026 સુધીમાં બિનજામીનપાત્ર વોરન્ટનો અમલ કરવામાં આવે અને શૉરૂમના મેનેજર મોહમ્મદ ઉસ્માનની ધરપકડ કરીને ફોરમ સમક્ષ રજૂ કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.