પવારને જે આર્મી અધિકારીના ઘરેથી ભગાવી દેવામાં આવ્યા હતા, પછી તેમના જ પૌત્રી સાથે

શરદ પવાર કોલેજના દિવાસોથી જ રાજનીતિમાં સક્રિય હતા. તેઓ વિદ્યાર્થી જીવનમાં જ કોલેજ કાળથી રાજનીતિમાં જોડાઇ ગયા હતા. શરદ પવારે વર્ષ 1962ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય ભાગીદારીનો અવસર મળ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂણેની શિવાજી નગર વિધાનસભા સીટથી ICS અને પૂણે મ્યુનિસિપાલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર એમ.જી. બર્વેને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમનો સામનો જનસંઘના ઉમેદવાર રામભાઉ મ્હાલગી સાથે હતો. પાર્ટીએ શરદ પવારને પૂણે શહેરમાં ફરી ફરીને પોસ્ટર લગાવવાનું કામ સોંપ્યું હતું.

તેઓ પોતાના મિત્રો સાથે સાઇકલથી જઇને આખા શહેરના મુખ્ય સ્થળો પર પોસ્ટર લગાવતા હતા કેમ કે શરદ પવાર પોતાની ટીમમાં સૌથી લાંબા હતા એટલે વધારે પોસ્ટર પણ તેમણે જ ચોંટાડવા પડ્યા હતા. શરદ પવાર પોતાના સંસ્મરણ ‘અપની શરતો’માં લખે છે કે મારા સાથી સાઇકલને બંને તરફથી મજબૂતીથી પકડી લેતા અને હું સીટ પર ઊભો થઇને પોસ્ટર ચોંટાડતો હતો. વૉટરોના નામની પરચી લખવાનું અને તેને વિતરીત કરવાનું કામ પણ અમને જ મળ્યું હતું.

એક સાંજે પવાર અને તેમના સાથીઓએ પૂણેના પ્રભાત રોડ સ્થિત બસ્તીના એક ઘરનો દરવાજો ખખડાવ્યો. ઘરના દરવાજા પર લાગેલી નેમ પ્લેટથી ખબર પડી કે તે ઘર બ્રિગેડિયર રાણેનું છે. પવાર લખે છે કે એક ઉંમરવાન ભદ્ર પુરુષે દરવાજો ખોલ્યો, તેમનો વિચિત્ર ચહેરો કંઇક વધારે મોટો લાગી રહ્યો હતો. મેં કહ્યું અમે લોકો કોંગ્રેસના કાર્યકર્તા છીએ. અમે પોતાની પાર્ટી માટે તમારી પાસે વોટ અને સમર્થનની આશા રાખીએ છીએ. શરદ પવારની વાત સાંભળીને બ્રિગેડિયરે તીખા સ્વરમાં કહ્યું, કોંગ્રેસ? તેને ભૂલી જાવ. હું તમારી પાર્ટીને ક્યારેય વોટ નહીં આપું.

આ બ્રિગેડિયરનો પ્રતિકારપૂર્ણ ઉત્તર હતો. થોડા વર્ષ બાદ ખબર પડી કે તેમના લગ્ન એ જ બ્રિગેડિયર રાણેની પૌત્રી પ્રતિભા સાથે થયા છે. બીજી તરફ શરદ પાવર જે ચૂંટણી માટે મહેનત કરી રહ્યા હતા, તેમાં બર્વેને જીત મળી અને તેઓ મહારાષ્ટ્ર સરકારમાં નાણાં મંત્રી પણ બન્યા. પાર્ટીમાં પોતાની મહેનતના દમ પર પાવર સતત આગળ વધતા રહ્યા. 2 વર્ષ સુધી પૂણેની યૂથ કોંગ્રેસના સચિવ પદ પર કાર્ય કર્યા બાદ તેમને પશ્ચિમ મહારાષ્ટ્રના યુવા વિંગના સચિવ બનાવવામાં આવ્યા હતા.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.