બેડમિન્ટન રમતા રમતા 38 વર્ષીય ખેલાડીને આવ્યો હાર્ટ એટેક, મોત

હૈદરાબાદના સિકંદરાબાદ સ્થિત લાલપેટમાં બેડમિન્ટન રમી રહેલા ખેલાડીનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, તેમાં 38 વર્ષીય શ્યામ યાદવ બેડમિન્ટન કોર્ટ પર પડેલો નજરે પડી રહ્યો છે. પરિવારે જણાવ્યું કે, શ્યામ ઓફિસથી ફર્યા બાદ રોજ બેડમિન્ટન રમવા માટે જતો હતો. ઘટના મંગળવારે સાંજે થઈ. રિપોર્ટ્સ મુજબ, મંગળવારે સાંજે લગભગ સાઢા સાત (7:30) વાગ્યે બેડમિન્ટન રમી રહેલા શ્યામને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો.

ત્યારબાદ તેના સાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ પહોંચ્યા હતો. અહીં ડૉક્ટરોએ શ્યામને મૃત જાહેર કરી દીધો. ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો જે લોકો સાથે રમતો હતો, તે લોકો હેરાન છે. તેમનું કહેવું છે કે શ્યામ ખૂબ ફિટ હતો, અમે લોકો રોજ બેટામિન્ટન રમતા હતા. ગત દિવસોમાં જ હૈદરાબાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક ઘરમાં લગ્નનો ઉત્સવ હતો. ઘરમાં ગીત-સંગીત વાગી રહ્યા હતા. આંગણામાં વરરાજો બેઠો હતો.

પીઠી લગાવવમાં આવી રહી હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. સામે એક સંબંધી ઊઠીને આવે છે. વ્યક્તિ પીઠી લગાવવા માટે વરરાજાની પેન્ટ ઉપર કરે છે. વ્યક્તિ વરરાજા તરફ હાથ વધારે છે. ત્યારે જ તે અસહજ અનુભવે છે અને સીધો થઈને બેસી જાય છે. આંખો બંધ થવા લાગે છે અને થોડી જ ક્ષણમાં તે ઉંધા મોઢે પડી જાય છે. વરરાજા તેને ઉઠાડવા માગે છે. જોત જોતમાં ચીસો પડી ઉઠે છે. વ્યક્તિને હૉસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટર બતાવે છે કે હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું.

નાંદેડનો એક એવો જ વીડિયો વાયરલ થયો હતો. એક યુવક તેલંગાણાથી પોતાના સંબંધીના લગ્નમાં ગયો હતો. ઉત્સવના માહોલમાં યુવક તેલુગુ સોંગ પર નાચી રહ્યો હતો. લોકો ખુશ થઈને તેને ચીયર કરી રહ્યા હતા. લગભગ 30 સેકન્ડની અંદર જ તે યુવક ઊભો ઊભો શાંત થઈ ગયો. લોકોએ સમજ્યું કે તે કોઈ ડાન્સ મૂવ છે. મ્યુઝિક વાગતું રહ્યું. લગભગ 20 સેકન્ડ સુધી આવી જ રીતે રહ્યો અને પછી ઉંધા મોઢે પડ્યો ત્યારે લોકોને શંકા ગઈ કે કંઈક ગરબડ છે. યુવકને ઉઠાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ હાર્ટ એટેક આવવાના કારણે તેનું મોત થઈ ચૂક્યું હતું.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.