કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી તપાસમાં આ તમામે ડિજિટલ હાજરીની અવગણના કરી હતી. આ પ્રત્યે કડક વલણ અપનાવતા, નિરીક્ષણ દરમિયાન ગેરહાજર મળેલા તમામનો કલેક્ટરે કુલ 848 દિવસનો પગાર કાપી લીધો હતો.

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં, કલેક્ટર પ્રતાપ નારાયણ યાદવે સરકારી તંત્રમાં સુસ્તી અને ઓફિસમાં મોડેથી આવાના વલણને દૂર કરવા માટે કડક અને સખ્ત કાર્યવાહી કરી છે. કલેક્ટરને તેમની વિસ્તારની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અનેક વિભાગોમાં અધિકારીઓ, કર્મચારીઓ અને ડોકટરો સાર્થક એપ પર ડિજિટલ હાજરી નોંધાવી રહ્યા નથી અને સરકારી નિર્દેશો છતાં ફરજ પરથી ગેરહાજર રહ્યા હતા.

Damoh Collector
bhaskar.com

ત્યાર પછી પોતાનો પાવર બતાવતા, જિલ્લા કલેક્ટરે ડિજિટલ રેકોર્ડની તપાસ કરી અને સાર્થક એપની અવગણના કરનારા 141 અધિકારીઓ અને કર્મચારીઓ પર એક સાથે કાર્યવાહી કરી હતી.

જ્યારે વહીવટીતંત્રે ડિજિટલ રેકોર્ડના આધારે ગેરહાજરીના સમયગાળાની ચકાસણી કરી, ત્યારે તેઓની બેદરકારી સામે આવી હતી. કલેક્ટરની સૂચના પર, આ કર્મચારીઓ જેટલા દિવસો ગેરહાજર રહ્યા તેટલા દિવસનો તેમના પગારમાં કાપ મૂકવામાં આવ્યો. 141 કર્મચારીઓનો કુલ 848 દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો. આટલો મોટો ઝટકો મળ્યા પછી જિલ્લાની તમામ કચેરીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

દામોહ કલેક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ડોકટરો અને કારકુનો દ્વારા કરવામાં આવતી આ મનસ્વી વર્તણૂક દર્દીઓ, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને ઓફિસોમાં આંટા ફેરા કરવા માટે મજબૂર કરવામાં આવે છે, જે કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

Damoh Collector
instagram.com

સાર્થક એપ ફરજિયાત: હવે, જિલ્લાના દરેક વિભાગમાં મોબાઇલ એપ દ્વારા જ ચેક-ઇન અને ચેક-આઉટ કરવું ફરજીયાત રહેશે.

મહત્વપૂર્ણ અસર: આ કડક કાર્યવાહી પછી, અધિકારીઓ અને ડોકટરો હવે સેવાઓ પૂરી પાડવા માટે સમયસર ઓફિસો અને હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.

કર્મચારી સંગઠનો તરફથી ખાતરી: આ કડક કાર્યવાહી પછી, કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓએ પણ કલેક્ટર સાથે મુલાકાત કરી અને તેમને ખાતરી આપી કે ભવિષ્યમાં દરેક વ્યક્તિ સમયનું પાલન કરશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.