2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી

હરિયાણાના ફરીદાબાદમાં એક મહિલાનો મૃતદેહ ઘરની સામે જ ખાડો ખોદીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા છેલ્લા બે મહિનાથી ગુમ હતી. એવો આરોપ છે કે સાસરિયાઓએ મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને ઘરની સામે જ ગલીમાં દાટી દીધો હતો. પોલીસે સાસરિયા પક્ષના ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે.

Faridabad, Murder
indiatv.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ મામલો ફરીદાબાદના પલ્લા વિસ્તારનો છે. 20 જૂન, શુક્રવારના રોજ પોલીસે JCBની મદદથી ગલીમાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદયો હતો. અને તે ખાડાની અંદરથી એક મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની ઓળખ તનુ (24) તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના શિકોહાબાદની રહેવાસી છે. જેના લગ્ન બે વર્ષ પહેલા ફરીદાબાદના રોશન નગરના રહેવાસી અરુણ સિંહ સાથે થયા હતા. તનુના પરિવારનો આરોપ છે કે, લગ્ન પછીથી, તનુના સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા અને સોનાના દાગીના અને દહેજ તરીકે પૈસાની માંગણી કરતા હતા. આ કારણે, તે લગ્ન પછી એક વર્ષ સુધી તેના પિયરના ઘરે રહી હતી. જોકે, ત્યાર પછી પંચાયતની દરમિયાનગીરીથી તે તેના સાસરિયાના ઘરે પાછી ગઈ હતી.

Faridabad, Murder
indiatv.in

તનુની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે, લગભગ 2 મહિના પહેલા, તેના સાસરિયાઓએ કહ્યું હતું કે, તનુ ઘરેથી ભાગી ગઈ છે. જ્યારે તનુના પરિવારના સભ્યોને શંકા ગઈ, ત્યારે તેઓએ નવીન નગર પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી. તેમણે દાવો કર્યો કે પોલીસે ઘણા દિવસો સુધી કોઈ ગંભીર કાર્યવાહી કરી ન હતી. મળતા અહેવાલ મુજબ, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 23 એપ્રિલે, અરુણ અને તેના પિતા (મૃતકના સસરા) ભૂપ સિંહે શેરીમાં ખાડો ખોદી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘરના ગંદા પાણીને બહાર કાઢવા માટે કોઈ જગ્યા નથી. બીજા દિવસે તેના પર સિમેન્ટનો સ્લેબ નાખ્યો હતો. આ પછી, 25 એપ્રિલે, સાસરિયાઓએ તનુના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તનુ માનસિક રીતે અસ્થિર હતી.

Faridabad, Murder
m.haryana.punjabkesari.in

હાલમાં, પોલીસે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે અને સાસરિયા પક્ષના ચાર સભ્યો સામે હત્યાનો કેસ નોંધીને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ કેસમાં, DCP (સેન્ટ્રલ) ઉષા કુંડુએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જેના પર કાર્યવાહી કરીને, પોલીસે રસ્તો ખોદીને લાશ કબજે કરી હતી.

Top News

વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તેના માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન બનાવી

દેશમાં વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરી રહ્યા છે તેનો આંકડો ચિંતાજનક વધ રહ્યો છે. સ્કુલો, કોલેજો અને કોંચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓ...
Education 
વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તેના માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન બનાવી

અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

બેન સ્ટોક્સના શેક હેન્ડ વિવાદને લઈને આર. અશ્વિને પણ પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રતિક્રિયા આપી છે. અશ્વિને કહ્યું હતું કે,...
Sports 
અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.