મંડપમાં વરરાજાના પ્રેમ પ્રકરણનો થયો ખુલાસો, સાત ફેરા બાદ કન્યા પહોંચી પોલીસ સ્ટેશન

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક લગ્ન એ સમયે વિવાદમાં ફેરવાઈ ગયા જ્યારે મંડપમાં જ વરરાજાના પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો. લગ્ન બાદ કન્યા વિદાઇ પહેલા પોલીસ સ્ટેશન ગઈ, અને વરરાજા પર સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો. અહેવાલો અનુસાર, શિવાની કુશવાહાના લગ્ન 9 માર્ચની રાત્રે ગિરરાજ કુશવાહ સાથે થયા હતા. લગ્નની બધી વિધિઓ રાબેતા મુજબ કરવામાં આવી હતી, અને દંપતીએ તેમના પરિવારોની હાજરીમાં સાત ફેરા પણ લીધી હતી.

આ સમય દરમિયાન વરરાજાના જૂના સંબંધોનો ખુલાસો થયો, જેના કારણે પૂરા સમારંભનું વાતાવરણ બદલાઈ ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂજા નામની એક યુવતીએ ફોન દ્વારા કન્યા અને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેણે દાવો કર્યો કે, તેનો વરરાજા સાથે લાંબા સમયથી સંબંધ છે અને તેમના સંબંધોને લગતા ફોટા અને વીડિયો પણ મોકલ્યા હતા.

marriage
x.com/i/grok

આ માહિતી સામે આવતા જ કન્યા અને તેના પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો. દુલ્હન શિવાનીનું કહેવું છે કે લગ્ન અગાઉ તેને યુવતીનો ફોન આવ્યો હતો, પરંતુ તેણે તેને ગંભીરતાથી લીધો નહોતો. જોકે, લગ્ન બાદ પણ સતત ફોન અને મેસેજ આવવા લાગ્યા, ત્યારબાદ તેને શંકા ગઈ.

દુલ્હને આરોપ લગાવ્યો કે, સત્ય છુપાવીને તેની સાથે લગ્ન કરવામાં આવ્યા, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ કારણે તેણે પરિવારજનો સાથે પહોંચીને ફરિયાદ કરવવાની માંગ કરી. સાથે જ તેણે લગ્નમાં થયેલા ખર્ચની ભરપાઈ કરવાની પણ માંગણી કરી હતી.

marriage
https://x.com/i/grok

આ કિસ્સામાં પોલીસનું કહેવું છે કે બંને પક્ષોએ પોલીસ સ્ટેશન જઈને તેમના વિવાદની ચર્ચા કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલો પ્રેમ સંબંધનો હતો અને બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. રોબિન જૈને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ

ભારતીય રિઝર્વ બેંક (RBI) ઓનલાઈન ફ્રોડ અંગે નવા નિયમો લાવવાની છે. રિઝર્વ બેંક અનુસાર, જો કોઈ ગ્રાહક સાથે...
Business 
ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ

ગુજરાતના 2 શહેરોમાં પરમીટવાળા દારૂના વેચાણથી 116 કરોડ રૂપિયાની આવક થઈ

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ પુછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો કે, 2 શહેરોમાંથી જ દારૂના વેચાણમાંથી મળેલા...
Gujarat 
ગુજરાતના 2 શહેરોમાં પરમીટવાળા દારૂના વેચાણથી 116 કરોડ રૂપિયાની આવક થઈ

ગડકરીએ કહ્યું-ગુજરાતથી 5 વર્ષમાં સરકારને 20382 કરોડ ટોલ ટેક્સના મળ્યા અને અમે 48236 કરોડ...

રાજ્યસભા સાંસદ પરિમાલ નથવાનીએ રાજ્યસભામાં સવાલ પુછ્યો હતો  કે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવ પરથી કેન્દ્ર સરકારને 5 વર્ષમાં...
Business 
ગડકરીએ કહ્યું-ગુજરાતથી 5 વર્ષમાં સરકારને 20382 કરોડ ટોલ ટેક્સના મળ્યા અને અમે 48236 કરોડ...

7 વર્ષમાં દેશમાં 77 લાખ કરોડ મફત વહેચાયા

સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ એન્ર્જિ કોર્પોરેશન તમામ ગ્રાહકોને મફત વીજળીનો પ્રસ્તાવ મુક્યો હતો તેની સુનાવણી વખતે CJI સુર્યકાંત અને તેમની બેંચે...
National 
7 વર્ષમાં દેશમાં 77 લાખ કરોડ મફત વહેચાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.