સ્કૂલમાં મહિલા શિક્ષિકાને મારનારે 32 સેકન્ડમાં 34 છરીના ઘા માર્યા

ફરીદાબાદમાં એક મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ શાળામાં ઘૂસીને મહિલા શિક્ષિકા સંધ્યા શર્મા (25)ને છરી મારીને મારી નાખી હતી. પોલીસે અમિત નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, અમિત સંધ્યા સાથે એક તરફી પ્રેમમાં હતો. તે એક વર્ષથી તેની સમક્ષ પોતાની દિલની લાગણીઓ વ્યક્ત કરવા માંગતો હતો, પરંતુ સંધ્યા હંમેશા તેની અવગણના કરતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અમિત એ વાતથી નારાજ હતો કે છેડતી બદલ માફી માંગ્યા પછી, સંધ્યાએ શાળા બદલી નાખી તેની સાથે રહેવાની જગ્યા પણ બદલી નાખી હતી. તે સોમવારે સવારે 9:30 વાગ્યે સંધ્યાની શાળામાં ગયો હતો. ત્યાં, તેણે તેના પતિના નામનો ઉપયોગ કરીને તેને તેના રૂમમાંથી બહાર બોલાવી. તે બહાર આવતાની સાથે જ અમિતે તેના વાળ પકડીને તેને ઢસડી હતી. ત્યારપછી તેણે તેના પર છરીથી હુમલો કર્યો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અમિતે સંધ્યા પર 32 સેકન્ડમાં 34 વાર છરીના ઘા કર્યા હતા. તેના ગળા અને આસપાસના વિસ્તારમાં આશરે 10 છરીના ઘા માર્યા હતા. મૃતકના પતિ વિક્કી ગુર્જરનો આરોપ છે કે તેની પત્ની પહેલા સિરોહી ગામની એક શાળામાં ભણાવતી હતી. તે અમિતને ત્યાં મળી હતી, પરંતુ અમિતના વર્તનને કારણે તેની સામે પોલીસ ફરિયાદ થઈ હતી. અમિતે પાછળથી પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી.

School-Teacher-Murder1
zeenews.india.com

પોલીસ તપાસ અને પરિવારના નિવેદનોમાં જાણવા મળ્યું કે, આરોપીથી બચવા માટે સંધ્યાએ પોતાની શાળા પણ બદલી નાખી હતી, પરંતુ છતાં પણ આરોપીએ તેની પાછળ આવવાનું ન છોડ્યું. ઘટનાના લગભગ બે કલાકમાં પોલીસે આરોપી અમિતની ધરપકડ કરી.

મૃતકના પતિ વિક્કી ગુર્જરના જણાવ્યા મુજબ, તેના અને સંધ્યાના પ્રેમ લગ્ન થયા હતા. તેમના બે નાના બાળકો છે, એક 7 વર્ષનો પુત્ર અને બીજી 5 વર્ષની પુત્રી. સંધ્યા પહેલા સિરોહી ગામની એક શાળામાં ભણાવતી હતી, જ્યાં તે આરોપી અમિતને મળી હતી. શરૂઆતમાં, તેમની વાતચીત સામાન્ય હતી, પરંતુ ત્યાર પછી, આરોપીએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પાછળથી, આરોપીએ માફી માંગ્યા બાદ મામલો શાંત પડ્યો હતો.

તેના પતિના જણાવ્યા મુજબ, વધારે પરેશાન ન કરે તે માટે સંધ્યાએ શાળા છોડી દીધી હતી અને સિકરૌનાની સરસ્વતી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. પરિવારને આશા હતી કે શાળા બદલી નાખ્યા પછી બધું બરાબર થઈ જશે, પરંતુ એવું ન થયું.

School-Teacher-Murder
jagran.com

પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે, આરોપી સંપૂર્ણ તૈયારી સાથે શાળામાં પહોંચ્યો હતો. તેણે પોતાનો ચહેરો ઢાંક્યો હતો અને ગેટ પરના સુરક્ષા ગાર્ડને કહ્યું કે સંધ્યાનો પતિ તેને બોલાવી રહ્યો છે. આ સાંભળીને સંધ્યા બહાર આવી. તે શાળાની ગેલેરીમાં પહોંચતાની સાથે જ આરોપીએ તેના પર છરીથી હુમલો કર્યો. પોલીસનું કહેવું છે કે હુમલો થોડીક સેકન્ડોમાં થયો હતો, અને મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપીએ શાળાના ડિરેક્ટરને પણ ધમકી આપી હતી, જેણે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

ઘટનાની માહિતી મળતાં, પોલીસે તપાસ માટે ઘણી ટીમો તૈનાત કરી હતી. સ્થાનિક માહિતીના આધારે, લગભગ બે કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, સંધ્યા આરોપીથી દૂર રહેવા માંગતી હતી અને તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી ગુસ્સે થઈને આરોપીએ આ ગુનો કર્યો.

About The Author

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.