કલેક્ટર આવશે ત્યારે જ કાર્યક્રમ શરૂ થશે; મંત્રીજી રાહ જોઈને નીકળી ગયા, ત્યારે DM-SP આવ્યા!

ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી અને CM યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી રહેલા અસીમ અરુણને કન્નોજ DM અને ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના અધિકારી આશુતોષ મોહન અગ્નિહોત્રીએ એક સરકારી કાર્યક્રમમાં એટલી લાંબી રાહ જોવડાવી કે, તેમની ધીરજ ખૂટી ગઈ અને અસીમ અરુણ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ ત્યાંથી ચાલ્યા ગયા. અસીમ અરુણ કન્નૌજ મતવિસ્તારના ધારાસભ્ય છે અને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. ગુરુવારે, કન્નૌજના રોમા મેમોરિયલ ખાતે સાંસ્કૃતિક વિભાગનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં અસીમ અરુણને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમયસર પહોંચી ગયેલા અસીમ અરુણને 45 મિનિટ રાહ જોયા પછી પણ કાર્યક્રમ શરૂ નહીં થવા પર કહેવામાં આવ્યું કે જ્યારે DM આવશે, ત્યારે કાર્યક્રમ શરુ થશે. ત્યારપછી મંત્રી કાર્યક્રમ છોડીને નીકળી ગયા. તેમના ગયા પછી, DM અને SP પહોંચ્યા, પરંતુ ત્યાર પછી વારંવાર ફોન પર મનાવવાનો પ્રયાસ કરવા છતાં, અસીમ અરુણ પાછા ફર્યા નહીં.

Asim Arun
x.com

'ડિસ્કવર યોર રૂટ્સ' (તમારા મૂળને શોધો)કાર્યક્રમ ગુરુવારે સાંજે 5:30 વાગ્યે કન્નૌજના રોમા મેમોરિયલ ખાતે યોજાવાનો હતો. સાંસ્કૃતિક વિભાગનો કાર્યક્રમ સાંજે 5:30 વાગ્યે શરૂ થવાનો હતો. અસીમ અરુણ મુખ્ય મહેમાન હતા. મંત્રી અસીમ અરુણ તેમના પત્ની જ્યોત્સના સાથે સાંજે 5:15 વાગ્યે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં કોઈ અધિકારી પહોંચ્યા ન હતા. મંત્રી BJPના જિલ્લા પ્રમુખ વીર સિંહ ભદોરિયા અને અન્ય કાર્યકરો સાથે અધિકારીઓની રાહ જોતા બેઠા. 45 મિનિટ પછી પણ DM ન આવ્યા, ત્યારે મંત્રી કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ ત્યાંથી નીકળી ગયા.

Asim Arun
x.com

અસીમ અરુણ ગયા પછી, DM આશુતોષ અગ્નિહોત્રી અને SP વિનોદ કુમાર પહોંચ્યા અને ફોન પર મંત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અસીમ અરુણ પાછા ફર્યા નહીં. કોઈ પણ BJP નેતા કાર્યક્રમમાં પાછા ફર્યા નહીં. DMની સૂચનાને અનુસરીને, કાર્યક્રમ શરૂ થયો, જેમાં ફક્ત અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર હતા. BJPના જિલ્લા પ્રમુખ વીર સિંહ ભદોરિયાએ જણાવ્યું કે, તેઓ દોઢ કલાક રાહ જોતા હતા, પરંતુ કોઈ અધિકારી આવ્યા ન હતા, તેથી તેઓ પાછા ફર્યા. તેમણે ઉમેર્યું કે જ્યારે તેમના નેતા અસીમ અરુણ જ જતા રહ્યા હતા ત્યારે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. અધિકારીઓએ આ બાબતે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ મંત્રીની વહીવટીતંત્ર પ્રત્યે નારાજગી અંગે અફવાઓ ફેલાઈ રહી છે. મંત્રી અસીમ અરુણે આ ઘટના અંગે કન્નૌજના કલેક્ટર આશુતોષ મોહન અગ્નિહોત્રીને કડક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે તેઓ એક શિસ્તબદ્ધ નાગરિક તરીકે સમયસર પહોંચ્યા હતા, પરંતુ સ્થળ પર સૌજન્ય અને સમયપાલનનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. અસીમે જણાવ્યું હતું કે, SDM તેમના આગમનના 15 મિનિટ પછી પહોંચ્યા હતા, ત્યારપછી ADM આવ્યા હતા. DMના આગમન પછી કાર્યક્રમ શરૂ થવાની જાહેરાત થતી રહી હતી.

Asim Arun
hindi.pardaphash.com

અસીમે લખ્યું છે કે, લગભગ 45 મિનિટ રાહ જોવા છતાં, DMના આગમન માટે કોઈ સ્પષ્ટ સમય આપવામાં આવ્યો ન હતો, જેના કારણે પરિસ્થિતિ અસ્વસ્થ થઈ ગઈ હતી અને તેમને પાછા ફરવું પડ્યું હતું. પત્રમાં મંત્રી અસીમ અરુણે અધિકારીઓને સમયપાલન અને શિસ્ત જાળવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જાહેર સેવકો તરીકે, દરેક વ્યક્તિએ PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથ પાસેથી શીખવું જોઈએ, જેઓ તેમના સમયપાલન માટે જાણીતા છે.

Asim Arun
livehindustan.com

BJPના કાર્યકરો ભૂતપૂર્વ IPS અધિકારી અને રાજ્યમંત્રી અસીમ અરુણના અપમાનથી ગુસ્સે થયા છે. કન્નૌજમાં BJPના કાર્યકરો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. BJPના કાર્યકરોએ મકરંદ નગર ચોકડી પર અવરોધ ઊભો કર્યો હતો અને આ ઘટના અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક (DM) વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. BJPના વિરોધ પ્રદર્શને લાંબા સમય સુધી રસ્તો રોકી રાખ્યો હતો. BJPના કાર્યકરોએ વૈશાલીના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDO)ને હટાવવાની અને અસીમ અરુણનું અપમાન કરવા બદલ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરી હતી, નહીં તો વિરોધને વધુ તીવ્ર બનાવવાની વાત કરી હતી.

About The Author

Top News

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

IPL મેચ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવવા બદલ વિરાટ કોહલીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને સોશિયલ મીડિયા...
Sports 
હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસે દબોચી...
Gujarat 
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?

મહારાષ્ટ્રના સંભાજીનગરના એક યુવક અભિજીત ભગવાનરાવ દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અભિજીત સોશિયલ મીડિયા...
National 
'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.