રીલ બનાવવા લગાવી છલાંગ અને પછી પાછો ફર્યો જ નહીં...

રીલ બનાવીને યુટ્યુબ પર અપલોડ કરવા માટે વીડિયો રેકોર્ડિંગના ચક્કરમાં શનિવારે બપોરે, 2 સાથી યુવકોનું સઉ નદીમાં ડૂબવાથી મોત થઇ ગયું. આ ઘટના સિકરારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગડરહા ઘાટ પર બની હતી. તેની સાથે આવેલો ત્રીજો યુવક વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. અકસ્માતથી હાહાકાર મચી ગયો છે.

Death2

શું છે આખો મામલો

સિકરારા વિસ્તારના રીઠી ગામના રહેવાસી 18 વર્ષીય અભિનવ હલવાઈ, 20 વર્ષીય સાહિલ અને 19 વર્ષીય વિશાલ સોની ખાપરહાં ઇન્ટર કૉલેજમાં ધોરણ 12માં અભ્યાસ કરતા હતા. ત્રણેય ગાઢ મિત્રો બપોરે બાઇકથી ઘરથી લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલા ગડરહા ઘાટ પર નહાવા ગયા હતા.

ત્રણેય પુલના પાયા પરથી છલાંગ લગાવીને અંતિમ પાયા સુધી ગયા હતા. ત્યાંથી પાછો આવ્યો. બીજી વખત, વિશાલ સોનીને પાયા પર ઊભો રહીને વીડિયો રેકોર્ડ કરવાનું કહીને, અભિનવ અને સાહિલે ફરી તરીને જવા લાગ્યા. આ દરમિયાન અભિનવ ઊંડા પાણીમાં ગયા બાદ ડૂબવા લાગ્યો. તેને બચાવવાનો પ્રયાસ કરતા સાહિલ પણ ડૂબી ગયો. બંને ગુમ થઈ ગયા. વિશાલે બૂમ પાડી ત્યારે ઘાટ પર ઉપસ્થિત લોકો ભેગા થઈ ગયા. કુશળ તરવૈયા સુનિલ કનૌજિયાએ યુવાનો સાથે શોધ શરૂ કરી.

થોડા સમય બાદ, પહેલા અભિનવ અને પછી સાહિલને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા. આ દરમિયાન, સમાચાર મળતા જ પરિવારના સભ્યો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા. બંનેને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બક્ષા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.

કેરાકત વિસ્તારના સિહોલી ગામમાં શનિવારે બપોરે નહાતી વખતે ડૂબી જવાથી એક કિશોરનું મોત થઇ ગયું હતું. અકસ્માતથી આખા ગામનું વાતાવરણ ગમગીન બની ગયું છે.

Death1

સિહોલી ગામના રહેવાસી પ્રમોદ યાદવનો 17 વર્ષનો પુત્ર અભિનવ યાદવ 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે કેટલાક મિત્રો સાથે ગોમતી નદીમાં નાહવા ગયો હતો. ઊંડા પાણીમાં જતા રહ્યા બાદ અભિનવ ડૂબવા લાગ્યો. તેના સાથીઓએ તેને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. તે ગુમ થતા જ તેના મિત્રોએ બૂમાબૂમ કરી મુકી હતી.

નદી કિનારે મોટી સંખ્યામાં ગામલોકો એકઠા થઇ ગયા  હતા. કેટલાક ગ્રામીણ તરવૈયાઓએ નદીમાં શોધવાનું શરૂ કર્યું. લગભગ અડધા કલાક બાદ તે મળી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. સગાસંબંધીઓ શબ લઈને ઘરે જતા રહ્યા.

જાણકારી મળતા જ કોતવાલી ઉપ-નિરીક્ષક રાધેશ્યામ સિંહ તેમની મયફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. પરિવારે શરૂઆતમાં પોસ્ટમૉર્ટમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, ખૂબ સમજાવટ બાદ, પોલીસે શબને પોતાના કબજામાં લઇ લીધું. પરિવારના સભ્યોના કરુણ આક્રંદથી આખા ગામનું વાતાવરણ ભારે થઈ ગયું છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.