- National
- TMCના 2 લોકસભા સાંસદો વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી, સહી કરવા પર થયો હતો વિવાદ!
TMCના 2 લોકસભા સાંસદો વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી, સહી કરવા પર થયો હતો વિવાદ!

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સંસદીય પક્ષમાં આંતરિક સંઘર્ષ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. તૃણમૂલ લોકસભાના સાંસદોની ટીમમાં બધું બરાબર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક મહિલા સાંસદે વરિષ્ઠ સાંસદના વર્તનથી દુઃખી થઈને વોટ્સએપ ગ્રુપ છોડી દીધું છે. મહિલા સાંસદે પાર્ટીના વડા CM મમતા બેનર્જીને પત્ર દ્વારા સમગ્ર મામલાની માહિતી પણ આપી છે. CM મમતા બેનર્જી લોકસભા અને રાજ્યસભા બંનેમાં તૃણમૂલ સંસદીય પક્ષના અધ્યક્ષ છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વરિષ્ઠ સાંસદની વાત છે તે CM મમતાના 'સૌથી નજીકના અને સૌથી વિશ્વાસુ' નેતાઓમાંના એક માનવામાં આવે છે.

આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ગયા શુક્રવારે ચૂંટણી પંચને મેમોરેન્ડમ સુપરત કરવા ગયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેમોરેન્ડમમાં પ્રતિનિધિઓના હસ્તાક્ષર ભાગમાં મહિલા સાંસદનું નામ સામેલ નહોતું, જેનો તેમણે સખત વાંધો ઉઠાવ્યો હતો. બાકીના સાંસદોના હસ્તાક્ષર ગુરુવારે સાંજે જ એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમને શુક્રવારે સવારે પ્રતિનિધિમંડળનો ભાગ બનવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનું નામ મેન્યુઅલી ઉમેરવામાં (હાથથી લખી દેવામાં) આવશે.
https://twitter.com/amitmalviya/status/1909465130993168572
આ સમય દરમિયાન, વરિષ્ઠ સાંસદે મહિલા સાંસદ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલા સાંસદે સ્થળ પર હાજર BSF અને CISF જવાનોને વરિષ્ઠ સાંસદની 'ધરપકડ' કરવા કહ્યું. તેમણે કહ્યું કે વરિષ્ઠ સાંસદે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. ઘટનાસ્થળે હાજર અન્ય સાંસદો પણ આ ઘટનાથી ચોંકી ગયા હતા.

રાજ્યસભાના એક સાંસદે વરિષ્ઠ સાંસદને સમજાવવાનો અને તેમને અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ શાંત થતા નહોતા. કમિશનની અંદર ગયા પછી પણ તેમણે કહ્યું કે, તેઓ કોઈ ક્વોટામાંથી સાંસદ બન્યા નથી કે કોઈ અન્ય પક્ષમાંથી TMCમાં જોડાયા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા સાંસદે નવી દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી હતી, પરંતુ કેટલાક નેતાઓના હસ્તક્ષેપથી મામલો ઉકેલાઈ ગયો.
BJPના નેતા અને IT સેલના વડા અમિત માલવિયાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ લડાઈના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે.
Related Posts
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
