- National
- ઘરમાં ઘૂસીને ચોરોએ બનાવી મેગી અને કરી પાર્ટી, ACમાં આરામ કર્યા બાદ હાથ સાફ કર્યા
ઘરમાં ઘૂસીને ચોરોએ બનાવી મેગી અને કરી પાર્ટી, ACમાં આરામ કર્યા બાદ હાથ સાફ કર્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચોરોએ એક બેન્ક કર્મચારીના ઘરમાં અનોખી રીતે ચોરી કરી છે. ચોર પહેલા બેન્ક કર્મચારીના ઘરમાં ઘૂસ્યા, પછી તેમણે અહીં મેગી બનાવીને ખાધી અને જ્યારે તેઓ તેનાથી સંતુષ્ટ ન થયા તો તેમણે વટાણાની ઘૂઘરી પણ બનાવી. પેટ ભરાઈને ખાધા બાદ ચોરોએ AC ચલાવીને થોડા સમય સુધી આરામ કર્યો અને પછી ઘરનો કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા.

શું છે આખો મામલો?
આ મામલો ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દિરા નગર C-બ્લોકનો છે. ચોરીની ઘટના બાદ ઘટનાસ્થળે પરથી જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે આખા ઘરનો સામાન આમ તેમ ફેંકી દેવામાં આવ્યો છે અને મેગી અને વટાણાની પ્લેટ અડધી ખાધેલી છે. જે રિટાયર્ડ બેન્ક કર્મચારીના ઘરમાં ચોરી થઈ છે, તે પોતાના પરિવાર સાથે સારવાર કરાવવા માટે સેનામાં તૈનાત પોતાના પુત્રને મળવા દિલ્હી ગયો હતો. આ દરમિયાન 2 ચોરો ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપી છે.
લખનૌની આ ઘટના પોલીસની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવે છે. લોકોનું કહેવું છે કે ચોરોના હોસલા આટલા બુલંદ કેવી રીતે હોઈ શકે છે કે તેઓ ઘરની ખુશી પર સરળતાથી હાથ ફેરવી શકે. તાજેતરની ઘટના બતાવે છે કે ચોરોને કાયદાનો કોઈ ડર નહોતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોગી સરકાર છે અને ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિ છે. એવામાં, આ ઘટના વધુ સવાલોના ઘેરામાં છે.

જે ઘરમાં ચોરોએ હાથ સાફ કર્યા ત્યાંના લોકો નારાજ છે. તેમનો ઘણો સામાન ચોર લઈ ગયા છે. તેમનું કહેવું છે કે પોલીસ વહેલી તકે ચોરોને પકડે અને તેમનો સામાન પાછો અપાવે. ઘરના લોકોને એ વાતનો પણ ભય છે કે જ્યારે ચોર આટલી સરળતાથી ચોરી કરી શકે છે, તો તેઓ કોઈની જિંદગીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
Related Posts
Top News
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
Opinion
