એ અભાગિયા ગામ, જ્યાં ગ્રામજનો પોતે તોડી નાખે છે પોતાનું પાકું મકાન, જાણો કારણ

‘લૉગ તૂટ જાતે હૈં એક ઘર બનાને મેં, તુમ તરસ નહીં ખાતે બસ્તિયા જલાને મેં’ શાયર બશીર બદ્રની આ પંક્તિઓ ખીરી જિલ્લાના એ ગામોનું દર્દ કહે છે, જ્યાં ઘર બને જ એટલે છે કે તેને તોડી દેવામાં આવે. પોતાના જ ઘર પર હથોડા ચલાવવા ગ્રામજનોની નિયતિ બની ચૂકી છે. આંખમાં આંસુ ભરેલા લોકો ઘરની દીવાલ પર નહીં, પોતાના કાળજા પર ઇજા પહોંચાડે છે. ખીરી જિલ્લાના 10 કરતા વધુ ગામ એવા છે જ્યાં આ બધુ દર વર્ષે પુનરાવર્તિત કરવામાં આવે છે. તેનું કારણ પણ ખૂબ અજીબ છે.

લોકો ઘર એટલે તોડતા નથી કે તેમનું મકાન ગેરકાયદેસર છે, એટલે તોડે છે કે શારદા અને ઘાઘરા નદીઓ તેમના મકાનોને ધોવા આગળ વધી રહી છે. ઘર પોતે તોડી લે તો ઈંટ, સળિયા બચાવી શકશે, નહીં તો બધુ પાણીમાં જ મળી જવાનું છે. આમ તો 4 મહિનાનું ચોમાસું ખેડૂતો માટે અમૃતકાળ હોય છે, પરંતુ ધૌરહરા તાલુકામાં શારદા અને ઘાઘરા નદીઓના કિનારે વસેલા ગામો માટે ચોમાસું કોઇ આફતથી ઓછું હોતું નથી. દર વર્ષે જ્યારે ચોમાસાની સીઝનમાં તબાહીના 4 મહિના આવે છે તો સિંચાઇ વિભાગ જ્યાં ત્યાં રોડા-પથ્થર નાખીને બચાવનો દેખાડો શરૂ કરે છે.

પુર પ્રભાવિત બંશીબેલી ગામના લોકોનું કહેવું છે કે, જો આ જ કામ જ્યારે નદીમાં પાણી ઓછું હોય છે ત્યારે કરાવવામાં આવે તો થોડી રાહત મળી શકે છે. બંશીબેલના ભગવતી પ્રસાદે જણાવ્યું કે, ગામમાં બનેલા ઘરમાં 4 પેઢીઓ એક સાથે રહેતી હતી. નદી ધોવાણ કરતા ઘર તરફ વધી તો જે ઘરને અરમાનોથી બનાવ્યા હતા, તેને પોતાના જ હાથે તોડી નાખ્યા. હવે તેનો કાટમાળ ઠેકાણે લગાવી રહ્યા છીએ. આ વખત પણ બંશીબેલના લોકો પૂર્વજોના બનાવેલા એ ઘરોને તોડી રહ્યા છે. અહી ગામને લગભગ એક દશકથી ધોવાણનો ડર સતાવી રહ્યો છે.

દર વર્ષે ઘાઘરા નદી તબાહી મચાવે છે. પહલા ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ. જેથી અહીંયા ખેડૂતો સામે રોજી-રોટીનું સંકટ ઊભું થઈ ગયું. ત્યારબાદ ધોવાણ કરતી નદીએ ગામ તરફ આવવાની શરૂઆત કરી દીધી. બીજી તરફ ઘાઘરા નદી કૈરાતીપુરવા, ચકદરા અને ઓઝાપુરવા ગામોમાં પણ ધોવાણ કરી રહી છે. ખેતી યોગ્ય જમીનોનું ધોવાણ કરતી ઘાઘરા નદી વસ્તી તરફ વધી રહી છે. આ ગામોમાં નદી અને વસ્તી વચ્ચે વધારે અંતર રહ્યું નથી. ઘાઘરા નદીએ ગયા વર્ષે 2 વધુ ગામનું અસ્તિત્વ મટાડી દીધું. કૈરાતીપુરવા ગામના મજરા મહાદેવ પુરવા અને બિલાસપુરવા ગામ ઘાઘરા નદીના ખોળામાં સમાઈને અસ્તિત્વ મટાડી ચૂક્યા છે. ઘાઘરા નદીનું તેજ ધોવાણ આગળ પીડિતો વિવશ થઈ જાય છે.

પોતાના ઘરોને તોડીને સામાન સમેટીને અને પછી આમ-તેમ શરણ લઈને જીવન ગુજારવું તેમની નિયતિ બની ચૂકી છે. ધૌરહરામાં દર વર્ષે સેકડો પરિવાર ધોવાણનો ડંખ ઝીલીને બેઘર થવા મજબૂર થઈ જાય છે. ધૌરહરામાં ગામોનું અસ્તિત્વ ખતમ થવું કોઈ નવી વાત નથી. ડઝનો ગામ ધોવાણના કારણે અસ્તિત્વહીન થઈ ચૂક્યા છે. બાછેપારા, મોટાબાબા, ભદઈપુરાવા, સિદ્ધન પુરવા અને મોચનાપુર જેવા મોટા ગામ જેમની વસ્તી 4-5 હજાર વચ્ચે રહી. એવા આખા ગામ ઘાઘરા નદીની લહેરો સાથે વહી ચૂક્યા છે.

ફિરોઝાબાદ ધૌરહરા તાલુકાનું પરગણા છે. આ ગામ દશકો પહેલા ધોવાઈ ચૂક્યું છે. અલબત્ત રાજસ્વ અભિલેખોમાં આજે પણ પરાગણા ફિરોઝાબાદ નોંધાયેલું છે. ઘાઘરા આ વિસ્તારમાં ડુંડકી, હટવા, ચકદહા, શેખુપુર અને પલિહા વગેરે ગ્રામ પંચાયતોને ખતમ કરી ચૂકી છે. ધૌરહરામાં શારદોનો પણ કેર કંઈ ઓછો નથી. શારદાએ અહીં મંદુરા, મડવા, રેની, સમદહા અને ચહમલપુર જેવા મોટા ગામોને જોત જોતમાં ઉજાડી દીધા. ઘર અને જમીનો ધોવાઈ ગયા બાદ પીડિત પરિવાર અત્યારે પણ જ્યાં ત્યાં પડ્યા છે. કોઈ હાઇવે કિનારે વસી ગયું તો કોઈ ખેતરોમાં જ પડેલું રહ્યું. ગામમાં સરકારી જમીન પણ બચી નથી, જેના પર પ્રશાસન પીડિતોને વસાવી શકે. એવામાં પીડિત પરિવાર પોતાના પુનર્વાસનો જેમ તેમ કરીને બંદોબસ્ત કરે છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.