બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

બિહારના પાટલીપુત્ર રેલ્વે સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. ટ્રેન મોડી આવવાથી અને રેલવે પ્રશાસનના ગેરવહીવટથી ગુસ્સે થઈને, હજારો ઉમેદવારો રેલ્વે ટ્રેક પર ઉતરી આવ્યા, અને ટ્રેનની અવરજવરને સંપૂર્ણપણે રોકી દીધી. આ દરમિયાન કેટલાક યુવકોએ ટ્રેનમાં તોડફોડ અને તેના પર પથ્થરમારો પણ કર્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો, હવામાં ગોળીબાર કર્યો અને લાઠીચાર્જ કર્યો. આ કાર્યવાહીમાં એક IG સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે.

02

પટનામાં બિહાર પોલીસ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ ભરતીમાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. આ પરીક્ષા બે શિફ્ટમાં યોજાવાની હતી. 13 જૂન, શનિવારની મોડી રાતથી મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે સ્ટેશન પર એકઠા થયા હતા. ઉમેદવારોનો આરોપ છે કે રેલ્વેએ પૂરતી ટ્રેનોની વ્યવસ્થા કરી ન હતી, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી.

ઉમેદવારોનો એવો પણ આરોપ છે કે, તેઓ જે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તે સતત મોડી થઇ રહી હતી. પાટલીપુત્રથી કટિહાર જતી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનમાં ચઢતી વખતે હોબાળો થતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ગુસ્સે ભરાયેલા ઉમેદવારો ટ્રેનની સામે બેસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનમાં તોડફોડ પણ કરી અને પથ્થરમારો પણ કર્યો.

03

ભારે હોબાળો થયાની માહિતી મળતાં, અનેક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. દાનાપુરના SDM અને ASP પણ ઉમેદવારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી, રેલવેએ તેમને વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લઈ જવા માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી. જોકે, ઘણી ટ્રેનો ઘણા કલાકો સુધી વિવિધ પ્લેટફોર્મ પર ફસાયેલી રહી અને સ્ટેશન પર તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું.

પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. થિયાગરાજને જણાવ્યું હતું કે, મોડી રાત્રે માહિતી મળ્યા પછી, વહીવટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, બળપ્રયોગ કરીને ભીડને વિખેરવામાં આવી હતી, અને પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે.

04

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, ચેતવણી માટે હવામાં ગોળીબાર કર્યા અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો.

05

આ હંગામા દરમિયાન IG જિતેન્દ્ર રાણાને થોડી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પટના જિલ્લાના રૂપસપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને પણ થોડી ઇજા થઈ હતી. IG જિતેન્દ્ર રાણા અને પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે કેમ્પિંગ કરી રહ્યા છે. સ્ટેશન પર વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.