મહારાષ્ટ્ર પોલીસના નકલી ID કાર્ડ બનાવી વર્દી પહેરીને ઉઘરાણી કરતા 3 ઝડપાયા, નકલી રિવોલ્વર પણ રાખતા

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે 3 નકલી પોલીસ અધિકારીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય નકલી પોલીસના પોલીસ કર્મચારી બનીને લોકોની છેતરતી ગેંગનો હિસ્સો હતા. તેમણે મુંબઈ પોલીસ યુનિટ માટે એવા ઓળખપત્ર બનાવ્યા હતા જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી. આરોપી પોતાને પોલીસ અધિકારીઓ ગણાવીને જનતાને છેતરતા હતા. DCP (ડિટેક્શન) રાજ તિલક રોશને જણાવ્યું હતું કે, આ લોકો પોલીસ સ્ટીકરવાળી વાન, પોલીસ ગણવેશ પહેરીને અને પોલીસના ડંડા અને નકલી રિવોલ્વર લઈને ફરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ નકલી સરકારી ઓળખપત્રો બતાવીને અને પોલીસ અધિકારીઓની રોફ બતાવીને ઘણીવાર બેંક લોન મંજૂર કરાવવાનું વચન આપીને પૈસા પડાવતા હતા. આરોપીઓ પાસેથી નકલી ઓળખપત્રો અને અન્ય બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતા. આ મામલે ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા એક વ્યક્તિ સામે કસ્તુરબા માર્ગ, સાકી નાકા અને ખેરવાડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટીના અનેક કેસ નોંધાયેલા છે. આ કાર્યવાહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-1 દ્વારા વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

24 મેના રોજ, સુરેન્દ્રનગર (ગુજરાત)માં એક નકલી પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) તરીકે ઓળખ આપીને લોકોને છેતરતો હતો. સાયલાનો રહેવાસી સોહિલખાન પઠાણ (31)ને રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા નકલી ઓળખનો ઉપયોગ કરીને સાયબર ગુનાઓ અને છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પઠાણે નાણાકીય લાભ મેળવવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને ID કાર્ડ બનાવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

તો 11 મેના રોજ, દિલ્હી પોલીસે દિલ્હીના પિતમપુરા વિસ્તારમાં 3 નકલી પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં એક સગીર પણ હતો. આ ત્રણ વ્યક્તિઓએ પોલીસ અધિકારી બનીને રાજસ્થાનના એક વ્યક્તિ સાથે ₹50 લાખની છેતરપિંડી કરી હતી. તેમની પાસેથી ₹33.5 લાખની રોકડ રકમ મળી આવી હતી.

About The Author

Top News

દોઢ લાખની વસતી ધરાવતા સેશેલ્સની મુલાકાતે PM મોદી બીજીવાર કેમ ગયા? શું છે ભારત માટે આ દેશનું મહત્ત્વ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સની ત્રણ દિવસીય મુલાકાતે છે. 50 વર્ષ જૂના રાજદ્વારી ઇતિહાસમાં ભારતીય વડાપ્રધાનની સેશેલ્સની આ માત્ર બીજી...
National 
દોઢ લાખની વસતી ધરાવતા સેશેલ્સની મુલાકાતે PM મોદી બીજીવાર કેમ ગયા? શું છે ભારત માટે આ દેશનું મહત્ત્વ

ઝેર આપીને 8 લોકોનું કાસળ કાઢી નાખનારા 'સાયકો કિલર'ની કહાની, અંતિમ સંસ્કારમાં પણ હાજર રહેતો હતો

છત્તીસગઢના બાલોદાબજાર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક દુકાનદાર પર 4 મહિનામાં 8 લોકોની હત્યા કરવાનો આરોપ છે....
National 
ઝેર આપીને 8 લોકોનું કાસળ કાઢી નાખનારા 'સાયકો કિલર'ની કહાની, અંતિમ સંસ્કારમાં પણ હાજર રહેતો હતો

મહારાષ્ટ્ર પોલીસના નકલી ID કાર્ડ બનાવી વર્દી પહેરીને ઉઘરાણી કરતા 3 ઝડપાયા, નકલી રિવોલ્વર પણ રાખતા

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે 3 નકલી પોલીસ અધિકારીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય નકલી પોલીસના પોલીસ કર્મચારી બનીને લોકોની છેતરતી...
National 
મહારાષ્ટ્ર પોલીસના નકલી ID કાર્ડ બનાવી વર્દી પહેરીને ઉઘરાણી કરતા 3 ઝડપાયા, નકલી રિવોલ્વર પણ રાખતા

'ઓપરેશન સિંદૂર'માં શહીદ થયેલા સૈનિકોના નામ કેમ છૂપાવેલા? સરકારે કોંગ્રેસના આરોપોનો આપ્યો જવાબ

કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર 'ઓપરેશન સિંદૂર'માં શહીદ થયેલા 6 સૈનિકોને સન્માન ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ...
National 
'ઓપરેશન સિંદૂર'માં શહીદ થયેલા સૈનિકોના નામ કેમ છૂપાવેલા? સરકારે કોંગ્રેસના આરોપોનો આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.