32 વર્ષની મહિલાએ 15 વર્ષના સગીરને દારૂની લત લગાવી, પછી સંબંધ બાંધતી, વીડિયો બનતો

મહારાષ્ટ્રમાં એક તરફ મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે. બીજી તરફ કલ્યાણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 32 વર્ષની મહિલાએ નવમા ધોરણમાં ભણતા 15 વર્ષના સગીર બાળકને વાતોમાં ફસાવ્યો, અને પછી દારૂની લત લગાડી દીધી. આ પછી તેણે તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

સગીરના મોબાઈલમાં બંને વચ્ચે સંબંધ બનાવતા અનેક વીડિયો પણ મળી આવ્યા હતા. આ પછી સગીરના પરિવારે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. તે નાસિકની રહેવાસી છે.

ખરેખર તો, સગીરનું કલ્યાણ પૂર્વમાં ઘર છે અને તેની ફોઈ નાશિકમાં રહે છે. સગીરની ફોઈ ઘણીવાર 32 વર્ષની મહિલા પાડોશીને પોતાની સાથે કલ્યાણ પોતાના ભાઈના ઘરે લાવતી હતી. જેના કારણે બે બાળકોની માતા અને સગીર પહેલાથી જ એક-બીજાના પરિચિત હતા.

સગીર જ્યારે પણ તેની ફોઈના ઘરે જતો ત્યારે તે મહિલાને મળતો હતો. આ દરમિયાન મહિલાએ સગીરને પોતાની વાતમાં ફસાવી દીધો અને એક દિવસ તેને દારૂ પીવડાવ્યો. આ પછી તેણે છોકરાને અશ્લીલ વીડિયો પણ બતાવ્યો.

આ પછી મહિલાએ સગીરનું યૌન શોષણ કર્યું. તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો. ત્યારપછી બંને વચ્ચે ઘણી વખત શારીરિક સંબંધો બંધાયા હતા. મહિલાની ચુંગાલમાં ફસાયેલો સગીર દારૂનો વ્યસની બની ગયો હતો. તે ઘરે પણ નશો કરીને આવવા લાગ્યો. આ સાથે જ તેનું મન ભણતરમાંથી પણ ઉઠી ગયું હતું.

સગીરની હરકતોથી તેનો પરિવાર પરેશાન થઈ ગયો હતો. તે આખો દિવસ મોબાઈલ પર વાતો કરતો હતો. તેની માતાએ એક દિવસ તેનો મોબાઈલ ચેક કર્યો. માતાએ મોબાઈલની ગેલેરી જોતા જ ચોંકી ઉઠી હતી. માતાને તેના મોબાઈલમાં ઘણા વીડિયો મળ્યા હતા, જેમાં તે મહિલા સાથે સંબંધ બાંધતો જોવા મળ્યો હતો. પૂછતાં તેણે આખી વાત પરિવારજનોને જણાવી દીધી.

સૌ પ્રથમ, પરિવારે સગીર છોકરાને ભિવંડી શહેરના બાળ સુધાર ગૃહમાં દાખલ કર્યો. અહીં તેમના વિભાગે ઘણી વખત કાઉન્સેલિંગ કર્યું હતું. જ્યારે, પરિવારે આરોપી મહિલા વિરુદ્ધ કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં પુત્રનું યૌન શોષણ કરવાનો કેસ દાખલ કર્યો હતો અને પુરાવા તરીકે વીડિયો રજૂ કર્યો હતો.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે મહિલા વિરુદ્ધ બાળ યૌન શોષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.