લવ મેરેજ પર 84 ગામની ખાપ પંચાયતોનું તુઘલકી ફરમાન, પ્રેમીને 21 લાખ જમા કરવાનો આદેશ

રાજસ્થાનના દૌસા જિલ્લાના રામગઢ પચવાડા વિસ્તારમાં પ્રેમ લગ્નના એક ચર્ચિત કેસમાં, 84 ગામોની તી ખાપ પંચાયતના પંચોએ તુઘલકી હુકમનામું બહાર પાડ્યું છે. ખાપ પંચાયતના પંચોએ છોકરી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવક પર 21 લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો, છોકરીએ પોતે એક વીડિયો જાહેર કરીને સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તોનો આરોપ છે કે અગાઉ તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તે પોતાના પતિ સાથે રહેવા માંગતી નથી; તેના બદલે, તેણે પોતાની મરજીથી પ્રેમી સાથે લગ્ન કર્યાં છે. તેણે પોતાના સાસરિયા અને પિયર પક્ષ તરફથી જીવને જોખમ હોવાનું જણાવતા, પોલીસ વહીવટીતંત્રને સુરક્ષા માટે અપીલ કરી છે. ખાપ પંચાયતે વધુમાં હુકમનામું બહાર પાડ્યું છે કે, જો ભવિષ્યમાં જે કોઈ પણ આવાં કૃત્ય કરશે તેને 51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ મામલાના સંદર્ભમાં આઠ પંચાયતના પંચો અને અન્ય લોકો સામે FIR નોંધવામાં આવી છે.

રામગઢ પચવાડાના નિવાસી અર્જૂનલાલ મીણાએ જણાવ્યું હતું કે તેનો ભત્રીજો કમલેશ મીણા પહેલાથી જ ખૂશ્બુ મીણાના સંપર્કમાં હતો અને બંનેની પહેલાથી જ લગ્નને લઇને વાતચીત થઇ ગઇ હતી. જોકે, ખૂશ્બુના પરિવારે તેને બહેકાવીને અને દબાણ કરની તેના બીજી જગ્યાએ લગ્ન કરાવી દીધા. પરંતુ લગ્ન પછી તે ક્યારેય તેના સાસરિયાઓ સાથે રહેવા ગઈ નહીં. કમલેશ જયપુરમાં અભ્યાસ કરી રહ્યો છે અને ખુશ્બુ લગ્ન પછી જયપુર કમલેશ પાસે જતી રહી; ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા.

અર્જૂનલાલે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે રામગઢ પચવાડા શહેરના કોસી બાડી વિસ્તારમાં એક આશ્રમમાં 84 ગામોની ખાપ પંચાયતની બેઠક યોજાઈ હતી. પંચાયતના પંચોએ અમારી કોઈપણ વાત કે દલીલ સાંભળવાનો ઇનકાર કર્યો હતો. બળજબરીપૂર્વક અમને દોષિત માનતા ₹21 લાખનો દંડ ફટકાર્યો. 21 લાખ ન આપવા પર સામાજોક બહિષ્કાર કરવાનું ફરમાન સંભળાવી દીધું. તેમણે અમને પંચાયતમાંથી કાઢી મૂક્યા અને અમારા પર ₹1,100નો વધારાનો દંડ ફટકાર્યો.

lovers2
unsplash.com

અર્જૂનલાલે જણાવ્યું કે ખાપ પંચાયતે તેમના ભત્રીજા કમલેશ પર આરોપ લગાવ્યો કે તે છોકરીને ભગાવીને લઇ ગયો છે. જ્યારે,છોકરીએ પોતે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં પુષ્ટિ કરવામાં આવી છે કે તે પોતાની મરજીથી કમલેશ સાથે ગઈ છે અને પ્રેમ લગ્ન કર્યા છો. તેને બળજબરીથી લઈ જવામાં આવી નથી. તેણે કહ્યું, અમે ખાપ પંચાયત દ્વારા જાહેરી કરાયેલા હુકમનો સખત વિરોધ કરીએ છીએ. અમે ₹21 લાખની રકમ ચૂકવવાની સ્થિતિમાં નથી. અમે પોલીસ વહીવટીતંત્રને આગ્રહ કરીએ છીએ કે આવી ખાપ પંચાયત બોલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ બાબત અંગે રામગઢ પચવાડાના સ્ટેશન પોલીસ અધિકારી મદનલાલ મીણાએ જણાવ્યું હતું કે મહિલાએ ઔપચારિક અરજી રજૂ કરીને જણાવ્યું કે તેના જીવને જોખમ છે. તેના પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અમે આ સંબંધિત લોકો સામે ખાનગી ફરિયાદ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કેસના તમામ પાસાઓની તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલો સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

lovers
vecteezy.com

About The Author

Top News

સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર દુનિયાની નજર; જાણો વિદેશી મીડિયામાં શું અહેવાલ આવી રહ્યા છે?

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા 19 દિવસથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર છે. દરેક પસાર થતા દિવસ સાથે, તેમનું...
National 
સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર દુનિયાની નજર; જાણો વિદેશી મીડિયામાં શું અહેવાલ આવી રહ્યા છે?

શું ભારત-પાકિસ્તાન મેચ માટે ICCએ ફોર્મેટમાં ફેરફાર કર્યો? આટલી વખત ટક્કર થવાની સંભાવના

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજેતરના નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. જય શાહની અધ્યક્ષતામાં ICCએ આગામી  મેન્સ...
Sports 
શું ભારત-પાકિસ્તાન મેચ માટે ICCએ ફોર્મેટમાં ફેરફાર કર્યો? આટલી વખત ટક્કર થવાની સંભાવના

'મને 3 કરોડ રૂપિયા આપો, હું તમને કેબિનેટ મંત્રી બનાવી દઈશ'; કોંગ્રેસના ધારાસભ્યને કોણે કરી આવી ઓફર?

કેરળના ઇલાથુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિદ્યા બાલકૃષ્ણન સાથે સાયબર છેતરપિંડીના પ્રયાસનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધારાસભ્યને એક અજાણ્યા...
National 
'મને 3 કરોડ રૂપિયા આપો, હું તમને કેબિનેટ મંત્રી બનાવી દઈશ'; કોંગ્રેસના ધારાસભ્યને કોણે કરી આવી ઓફર?

TechD Cyber Securityએ ભારત અને યુએઈની અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી MSSP મેન્ડેટ્સ મેળવ્યા; દેશવ્યાપી TECHD ONE રોડશોની શરૂઆત કરી

અમદાવાદ (ગુજરાત) [ભારત], 16 જુલાઈ: ટેકડી સાયબરસિક્યુરિટી લિમિટેડ (NSE Emerge: TECHD), જે CERT-In દ્વારા એમ્પેનલ્ડ અને ISO/IEC 27001:2022 પ્રમાણિત સાયબર...
Gujarat 
TechD Cyber Securityએ ભારત અને યુએઈની અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી MSSP મેન્ડેટ્સ મેળવ્યા; દેશવ્યાપી TECHD ONE રોડશોની શરૂઆત કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.