- National
- 1998માં પણ પ્લેન ક્રૅશ થયેલું અને ત્યારે 101 લોકોએ જીવ ગુમાવેલો પણ 11A વાળો મુસાફર બચી ગયેલો
1998માં પણ પ્લેન ક્રૅશ થયેલું અને ત્યારે 101 લોકોએ જીવ ગુમાવેલો પણ 11A વાળો મુસાફર બચી ગયેલો

ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. તે બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન હતું, જેમાં 12 ક્રૂ સભ્યો સાથે 230 મુસાફરો હતા. ફ્લાઇટમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જોકે, ચમત્કારિક રીતે, વિમાનમાં રહેલા એક મુસાફરનો બચાવ થયો. આ બચી ગયેલા વ્યક્તિનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે. ફ્લાઇટ ઉડાન ભર્યાના થોડીક સેકન્ડ પછી થયેલા આ ભયાનક અકસ્માતમાં એક મુસાફરનો બચાવ કોઈ ચમત્કારથી ઓછો નથી.
મુસાફર વિશ્વાસ કુમાર રમેશ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમનો સીટ નંબર 11A હતો. તમને જાણીને નવાઈ લાગશે કે સીટ નંબર 11A પહેલીવાર નસીબદાર સાબિત થયું નથી. લગભગ 27 વર્ષ પહેલાં, થાઈ સ્ટાર રુઆંગસાક જેમ્સ લોયચુસાક પણ આવી જ રીતે એક મોટી વિમાન દુર્ઘટનામાં બચી ગયા હતા.

થાઈ અભિનેતા-ગાયક રુઆંગસાક જેમ્સ લોયચુસાક, જે હવે 47 વર્ષના છે, 1998ના થાઈ એરવેઝ વિમાન દુર્ઘટનામાં માંડ માંડ બચી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં 101 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એર ઈન્ડિયાના અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને જેમ્સ લોયચુસાકે આ ખુલાસો કર્યો હતો. લોયચુસાકે કહ્યું કે, મારી જેમ જ એર ઈન્ડિયાની અમદાવાદ લંડન ફ્લાઇટમાં પણ એક ચમત્કાર થયો. સીટ 11A પર બેઠેલા મુસાફરનો જીવ બચી ગયો.

રુઆંગસાક જેમ્સ લોયચુસાકે કહ્યું કે, 1998ની તે વિમાન દુર્ઘટના બની ત્યારે તે 20 વર્ષનો હતો. તે સીટ 11A પર હતો, જે તાજેતરમાં અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિની સીટ છે. રુઆંગસાક ફ્લાઇટ TG261માં સવાર હતો. લેન્ડિંગ કરતી વખતે તે કાદવમાં ખુંપી ગઈ હતી. આ અકસ્માતમાં ફક્ત 45 લોકો જ બચી શક્યા. તેમણે કહ્યું કે જ્યારે તેમણે એર ઈન્ડિયા દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર ખેલાડી રમેશ વિશ્વકુમારનો સીટ નંબર જોયો ત્યારે તેમના રુંવાટા ઉભા થઇ ગયા હતા.

લોયચુસાકે સોશિયલ મીડિયા દ્વારા આ વાતનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું, 'ભારતમાં વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ મારી સીટ નંબર 11A પર બેઠો હતો. તેના રુવાડા ઉભા થઇ ગયા.' રુઆંગસાકે જણાવ્યું કે, ભલે તે વિમાન દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયો, પણ તેને ખૂબ જ આઘાત લાગ્યો. 10 વર્ષ સુધી તે વિમાનમાં બેસવાથી ડરતો હતો, તે લોકોથી દૂર ભાગતો હતો અને વાદળો જોઈને ડરી જતો હતો.
થાઈ અભિનેતાએ જણાવ્યું કે, હું કોઈની સાથે વાત કરવાનું ટાળતો હતો અને હંમેશા બારી બહાર જોતો રહેતો, કોઈને પણ બારી બંધ કરતા અટકાવતો, જેથી હું સુરક્ષિત અનુભવી શકું. જો હું બહાર કાળા વાદળો કે વરસાદી તોફાન જોતો, ત્યારે હું ખુબ ગભરાઈ જતો હતો, જાણે કે હું નર્કમાં હોઉં.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
