- National
- અત્યાચારી છોકરાઓએ વૃદ્ધ માતાના કપડા ફાડી નિર્દયતાથી માર માર્યો
અત્યાચારી છોકરાઓએ વૃદ્ધ માતાના કપડા ફાડી નિર્દયતાથી માર માર્યો
જે માતાએ ઘણા પ્રેમથી પાળી પોસીને જેમને મોટા કર્યા અને તેમને પોતાના પગ પર ઊભા કર્યા, તે જ છોકરાઓએ આજે સારી હદ પાર કરી દીધી હતી. કળયુગના ખરાબ સમયમાં દારૂ પીને આવેલા પુત્રોએ માતાને બેરહેમીથી મારી હતી. આ દરમિયાન માતાના કપડાં પણ ફાટી ગયા હતા. માતા બીચારી ચીસો પાડતી રહી પરંતુ તેના છોકરાઓને તેની પર સહેજ પણ દયા ન આવી. ઘટના સ્થળે ભેગી થયેલી ભીડે આ માતાને તેના ક્રૂર છોકરાઓની ચુંગાલમાંથી છોડાવી હતી.

મધ્ય પ્રદેશના અગર માલવા જિલ્લામાં કળયુગી છોકરાનું આ ક્રૂત્ય સૌની સામે આવી ગયું છે, દારૂના નશામાં દૂત બે છોકરાઓએ તેમની 80 વર્ષની માતાની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં મારપીટ દરમિયાન માતાના કપડાં ફાટી જવા છત્તાં બંને છોકરાઓ માતાને મારતા જ રહ્યા હતા. બંને છોકરાઓ દિવ્યાંગ માતાને નિર્વસ્ત્ર જ ઘસેડીને ઘરની બહાર લઈ આવ્યા હતા અને પછી સૌની સામે ફરીથી તેને મારવાનું શરૂ કરી દીધું હતું. વૃદ્ધ માતા દર્દથી ચીસો સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વૃદ્ધાને ઘણી મુશ્કેલીથી છોકરાઓ પાસેથી બચાવી હતી.

માલમાની જાણ થયા પછી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને છોકરાઓની ધરપકડ કરી લીધી છે અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. પોલીસે વૃદ્ધ માતાને ઈલાજ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હરીશ જેજુલકરે કહ્યું છે કે મહિલાને તેના પુત્રો દ્વારા જ મારવામાં આવી છે. સૂચના મળ્યા પછી પોલીસે બંને છોકરાની ધરપકડ કરી લીધી છે. આજકાલ આયે દિવસ છોકરા અને છોકરી દ્વારા તેમના વૃદ્ધ માતાપિતાને મારવાની ઘટનાના ફોટા અને વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે. લાગે છે કે લોકો કળિયુગમાં ખરેખર ભાગ ભૂલી જવા લાગ્યા છે. જે માતા પિતા પેટે પાટા બાંધીને તેમનો ઉછેર કરે છે તેમને વૃદ્ધાવસ્થા દરમિયાન સંભાળ રાખવાને બદલે તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.

