બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે તેમને મધ્યરાત્રિએ તેમના ઘરેથી ઉપાડી લીધા, પોલીસ સ્ટેશન લઈ ગયા અને ખુબ માર માર્યો. સંગઠનના નેતાઓને આ સમાચાર મળતા જ હોબાળો મચી ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે પોતાની જ સરકારની પોલીસ સામે વિરોધ પ્રદર્શન કર્યું.

Bajrang Dal Leader Beaten
aajtak.in

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, આ ઘટના સલોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસ પર બજરંગ દળના જિલ્લા સંયોજક વિનોદ કુમાર મૌર્યને માર મારવાનો આરોપ છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, સલોન પોલીસ તેમને રાત્રે 12 વાગ્યાની આસપાસ તેમના ઘરેથી બળજબરીથી ખેંચીને લઇ ગઈ હતી.

આ સમય દરમિયાન, પોલીસકર્મીઓએ તેમને થપ્પડ મારી, અપશબ્દો બોલ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈને ધાબળો ઓઢાડીને ખુબ માર માર્યો. આ સમય દરમિયાન તેમના પરિવાર સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

Bajrang Dal Leader Beaten
bhaskar.com

પોલીસનો દાવો છે કે, વિનોદ મૌર્ય ગૌહત્યા સંબંધિત કેસમાં સાક્ષી છે. અનેક સુનાવણીઓ માટે કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) બહાર પાડવામાં આવ્યું હતું. આ વોરંટનો અમલ કરવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે, આ સમયગાળા દરમિયાન કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું.

Bajrang Dal Leader Beaten
bhaskar.com

આ ઘટના પછી, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ ધરણા પ્રદર્શન માટે બેસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ સલોન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાઘવન સિંહ અને અન્ય એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસી જતી જોઈને, ત્યારે પોલીસ વહીવટીતંત્રે ચોકીના ઇન્ચાર્જ સહિત ત્રણ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનમાંથી દૂર કર્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓ તે કાર્યવાહીથી સંતુષ્ટ ન હતા.

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) દિનેશ પ્રતાપ સિંહ મધ્યરાત્રિએ વિરોધ સ્થળ પર પહોંચ્યા ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો. તેમણે અધિક પોલીસ અધિક્ષક (ASP)ને સ્ટેશન ઇન્ચાર્જને લાઇન હાજર કરવા પર ભાર મુક્યો અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા.

Bajrang Dal Leader Beaten
newstrack.com

મંત્રી પોતાની જ સરકારની પોલીસ સામે ધરણા પ્રદર્શન કરતા આ મામલો રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિરોધ પ્રદર્શનના બીજા દિવસે, બળવાખોર SP ધારાસભ્ય મનોજ પાંડે પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

આઉટપોસ્ટ ઇન્ચાર્જ અને ત્રણ કોન્સ્ટેબલને દૂર કરવા છતાં, VHP અને બજરંગ દળના કાર્યકરો અડી રહ્યા છે. તેઓ માંગ કરે છે કે જ્યાં સુધી સલોન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાઘવન સિંહને લાઈન હાજર ન કરવામાં આવે અથવા સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી અનિશ્ચિત હડતાળ ચાલુ રહેશે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.