નોઈડામાં એવું શું થયું કે પોલીસે 300થી વધુ લોકોની ધરપકડ કરી, મંત્રીજી કહે છે- પાકિસ્તાન કનેક્શન

નોઈડામાં એટલે કે ગૌતમ બુદ્ધ નગરમાં મંગળવારે પણ ફેક્ટરી કામદારો પગાર વધારાની માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા અથડામણ થઈ ગઈ હતી. ભીડે 2-3 સ્થળોએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો. પોલીસે થોડી જ વારમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી અને પ્રદર્શનકારીઓને વિસ્તારમાંથી વિખેરી નાખ્યા.

હાલમાં, પોલીસ અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ સવારે 5:00 વાગ્યાથી ઔદ્યોગિક ઝોનમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. CCTV કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આજે વિસ્તારની મોટાભાગની કંપનીઓ બંધ છે. આ દરમિયાન, DGP રાજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે હિંસા અને આગચંપીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ક્ષતિગ્રસ્ત મિલકતની કિંમતની ભરપાઇ ઉપદ્રવીઓ પાસેથી કરવામાં આવશે.

noida-protests5
indiatoday.in

તો, પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં 300 થી વધુ ધરપકડ કરવામાં આવી છે. અફવા ફેલાવનારા ગ્રૂપની ઓળખ કરવામાં આવી છે. કેટલાક એવા લોકો છે, જે અલગ-અલગ જગ્યાઓ પર જોવા મળ્યા હતા. 50 અલગ-અલગ X (અગાઉ ટ્વીટર) હેન્ડલ દ્વારા હિંસા માટે ઉશ્કેરણી કરવામાં આવી હતી.

photo_2026-04-14_16-25-43

આ દરમિયાન, સોમવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશ સરકારે ફેક્ટરી કામદારો માટે પગાર વધારાની જાહેરાત કરી. લઘુત્તમ વેતન દરમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પગાર વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. સોમવારે થયેલા હોબાળા બાદ, એક ઉચ્ચ સ્તરીય સમિતિએ મોડી રાત્રે કામદારો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ 1:30 વાગ્યે, સરકારે સમિતિની ભલામણોને સત્તાવાર રીતે અમલનો આદેશ જાહેર કર્યો હતો.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ X (પહેલા ટ્વીટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ગઈકાલે નોઈડાના રસ્તાઓ પર જે બન્યું તે દેશના કામદારોનો અંતિમ અવાજ હતો. જેના દરેક અવાજને સતત અવગણવામાં આવ્યો છે, જે માંગતા-માંગતા થાકી ગયો. પગાર વધારવા સુધીમાં અનિયંત્રિત મોંઘવારીએ જિંદગીનું ગળું દબાવી દે છે, તેમને દેવાના ઊંડાણમાં ડૂબાડી દે છે. આ જ છે 'વિકસિત ભારત'ની કઠોર વાસ્તવિકતા છે.

 શ્રમ મંત્રી અનિલ રાજભરે સોમવારે રાત્રે કહ્યું હતું કે, આ ઘટના માત્ર એક વિરોધ પ્રદર્શન નથી. તાજેતરના દિવસોમાં, મેરઠ અને નોઈડામાં 4 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જેમના હેન્ડલર્સ પાકિસ્તાનમાં બેઠા હતા. આ પૃષ્ઠભૂમિ સામે રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાના કાવતરાની આશંકાને બળ મળે છે. મંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ અશાંતિ પાછળનો હેતુ મુઝફ્ફરનગરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્ધારિત કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનો પણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 350થી વધુ ફેક્ટરીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આ પહેલા સોમવારે, નોઈડાના વિવિધ વિસ્તારોમાં ફેક્ટરી કામદારોએ હિંસક વિરોધ પ્રદર્શન કર્યા હતા. 9 એપ્રિલથી પગાર વધારાની માંગણી સાથે આંદોલન કરી રહેલા 42,000 કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે 350 થી વધુ ફેક્ટરીઓમાં તોડફોડ કરી, 50થી વધુ વાહનોને આગ ચાંપી અને 150 અન્ય વાહનોને નુકસાન પહોંચાડ્યું. તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.

noida-protests5
indiatoday.in

DGP રાજીવ કૃષ્ણ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને ADG (કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશ લખનૌથી નોઈડામાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ત્રણેય અધિકારીઓ કંટ્રોલ રૂમમાં હાજર છે. PAC અને રેપિડ એક્શન ફોર્સની 15 વધારાની કંપનીઓ નોઈડામાં તૈનાત કરવામાં આવી છે. સેક્ટર-20માં પોલીસ ચોકી સ્તરે સર્કલ ઓફિસર (CO) રેન્કના એક અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સહારનપુરમાં હાલમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને પણ કંટ્રોલ રૂમમાંથી નોઈડા જવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ટુકડીમાં 8 એડિશનલ  SP અને 18 ડેપ્યુટી SPનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

પાથરણું પાથરી રસ્તા પર રમકડા વેચતા દેવીપુજક સમાજના આશાબેનને કોંગ્રેસે અમદાવાદના શાહપુર વોર્ડમાં ટિકિટ આપી

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં અનેક નવા અને આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળી રહ્યા છે. ભાજપે બહુચરાજીમાં પાથરણું પાથરીને બંગડી...
Gujarat 
પાથરણું પાથરી રસ્તા પર રમકડા વેચતા દેવીપુજક સમાજના આશાબેનને કોંગ્રેસે અમદાવાદના શાહપુર વોર્ડમાં ટિકિટ આપી

ભાજપને પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ કે આપનો ડર નથી, તો પછી કોનો છે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફોર્મ ખેંચવાની 15 એપ્રિલે છેલ્લી તારીખ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ...
ભાજપને પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ કે આપનો ડર નથી, તો પછી કોનો છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.