'અયોધ્યામાં જે બન્યું તે શરમજનક', રામ મંદિરમાં દાનની ચોરી બાદ ચંપત રાયથી VHPએ બનાવી દૂરી

અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી અંગે વધી રહેલા પ્રશ્નો વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા ચંપત રાયથી પોતાને દૂર કરી લીધું છે. VHPએ હવે ચોરીની ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.

ઇન્ડિયા ટૂડેને આપેલા ઇન્ટર્વ્યૂમાં, VHP આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારે જણાવ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટના તાજેતરના નિર્ણયો માટે સંગઠન કોઈ જવાબદારી લેતું નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રામ જન્મભૂમિ આંદોલનમાં VHPની ભૂમિકા ત્યારે જ સમાપ્ત થઇ ગઇ હતી, જ્યારે તે સ્થળ પર મંદિર બનાવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઇ ગયું હતું.

VHP
deccanherald.com

આલોક કુમારે કહ્યું કે, અમારી ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે. દેશમાં ક્યાંય પણ મંદિરો બનાવવાનું કે તેનું સંચાલન કરવાનું VHPનું કામ નથી. ટ્રસ્ટ જ તેનું સંચાલન કરશે, અને ટ્રસ્ટમાં જે કંઇ થશે, તેની જવાબદારી ટ્રસ્ટની જ રહેશે. આ બાબતો માટે RSS અથવા સરકારને જવાબદારી સોંપવી ખોટી હશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ તરીકે હું ચંપત રાયના કાર્યોથી પોતાને અલગ કરી રહ્યો છું. આ નિવેદન રાજકીય રીતે એવા સમયે આવ્યું છે જ્યારે દેશના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળોમાંથી એકની દેખરેખ કરનાર ટ્રસ્ટના કામકાજ અને ભક્તોના દાનના ઉપયોગ અંગે તપાસ તેજ બની રહી છે.

champat-rai2
dailypioneer.com

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ બનતા પહેલા લાંબા સમય સુધી VHP સાથે સંકળાયેલા ચંપત રાયે નાણાકીય અનિયમિતતાના વધતા આરોપો વચ્ચે નૈતિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રારંભિક તપાસ દ્વારા ઉભા થયેલા દબાણને પગલે ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે.

સંગઠન સાથે ચંપત રાયના લાંબા સમયના જોડાણ અંગેના પ્રશ્નો વચ્ચે, આલોક કુમારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કર્યો ત્યારથી ટ્રસ્ટ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યું છે. અયોધ્યામાં જે બન્યું તે ખરેખર શરમજનક અને અપમાનજનક છે. વિશ્વભરના હિન્દુઓ, ખાસ કરીને દાન આપનારા કાર સેવકો અને તેમના પરિવારો આ બાબતથી ખૂબ જ દુઃખી છે.

કુમારે તર્ક આપ્યો કે કે મંદિરના વહીવટની જવાબદારી ટ્રસ્ટની છે, VHPની નહીં. રામ જન્મભૂમિના ચૂકાદા બાદ સંગઠનના વલણને યાદ કરતા તેમણે કહ્યું કે સંગઠને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ન તો મંદિરનું નિર્માણ કરશે કે ન તો તેને ચલાવશે.

About The Author

Top News

શું ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાટાઘાટો થઈ રહી છે? વિદેશ સચિવે જણાવ્યું સત્ય

પહેલગામની ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. જો કે, તાજેતરમાં કેટલાક એવા અહેવાલો સામે આવ્યા હતા...
National 
શું ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાટાઘાટો થઈ રહી છે? વિદેશ સચિવે જણાવ્યું સત્ય

‘ટીમ ઈન્ડિયાને હારતી જોવાની જ ખુશી છે...’ 37 સદી ફટકારનાર પાક. બેટ્સમેનનો લવારો

ભારતીય ટીમને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો, જેનાથી ભારતીય ક્રિકેટ ચાહકો સ્તબ્ધ છે. તેમને વિશ્વાસ...
Sports 
‘ટીમ ઈન્ડિયાને હારતી જોવાની જ ખુશી છે...’ 37 સદી ફટકારનાર પાક. બેટ્સમેનનો લવારો

તમે ક્રૂડ ઓઇલ-ગેસ સિલિન્ડરમાં અટવાયેલા રહ્યા, અહીં બજારમાં ડુંગળી-ટામેટાંના ભાવ બમણા થઈ ગયા!

આજ કાલ પેટ્રોલ, ડીઝલ અને LPGના વધતા ભાવો વિશે તો ઘણી ચર્ચા થઈ રહી છે. જેમાં છેલ્લા 6...
Business 
તમે ક્રૂડ ઓઇલ-ગેસ સિલિન્ડરમાં અટવાયેલા રહ્યા, અહીં બજારમાં ડુંગળી-ટામેટાંના ભાવ બમણા થઈ ગયા!

Australiaની ડિગ્રી, Singaporeનો માર્ગઃ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ અને અફોર્ડેબલ વિકલ્પ

દર વર્ષે ગુજરાતમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જુએ છે. ગ્લોબલ યુનિવર્સિટીઓ, સંશોધન આધારિત શિક્ષણ, આંતરરાષ્ટ્રીય કરિયરની...
Charcha Patra 
Australiaની ડિગ્રી, Singaporeનો માર્ગઃ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ અને અફોર્ડેબલ વિકલ્પ
Copyright (c) Khabarchhe All Rights Reserved.