દેશની સીમાઓ પર હાજર સૈનિકોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીશું નહીં

આજે જ્યારે આપણે પોતાના ઘરમાં આરામથી બેસીને ચા પીએ છીએ ત્યારે કોઈક જવાન હિમાલયના બર્ફીલા શિખરો પર, લદ્દાખની થીજવી દેતી ઠંડીમાં કે રાજસ્થાનની રણની તપતી રેતીમાં તન-મનથી ઊભો છે. તેની આંખોમાં ઊંઘનો અંશ પણ નથી, હાથમાં અસ્ત્ર છે અને હૃદયમાં માત્ર એક જ સંકલ્પ “ભારતમાતા અમારી છે અને અમે તેના છીએ.” શું આ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીશું? 

04

જ્યારે આપણે આપણા કુટુંબ સાથે દીપાવલીના દીવડા પ્રગટાવીએ છીએ ત્યારે સરહદ પરનો જવાન પોતાના બાળકના ફોટાને હથેળીમાં લઈને બેસી રહ્યો હોય છે. તેનું નાનકડું બાળક ફોન પર પૂછે છે, “બાપુજી, ક્યારે આવશો?” અને તે જવાબ આપે છે “જલદી આવી જઈશ, બેટા.” પરંતુ તે જાણે છે કે આ ‘જલદી’ કદાચ કદી નહીં આવે. તેની પત્ની રાત્રે એકલી પથારીમાં આંસુ વહાવતી હશે. તેની માતા દરેક તહેવારે મંદિરમાં જઈને પ્રાર્થના કરતી હશે  “ભગવાન, મારા દીકરાને સુરક્ષિત રાખજો.” તેના પિતા વૃદ્ધાવસ્થામાં પણ ઘરના દરવાજા તરફ જોઈને બેસી રહેતા હોય... કદાચ આજે પત્ર આવે કે ફોનની ઘંટડી વાગે. અને તેની નાની બહેન શાળા વિદ્યાલયમાં ગૌરવથી કહે છે “મારા ભાઈએ દેશની રક્ષા કરવાની છે.”!

03

ભારતીય સેનાના આ જવાનો માત્ર સૈનિકો નથી તેઓ પુત્ર છે, પતિ છે, પિતા છે, ભાઈ છે. તેઓ પોતાના જીવનના સંતોષના ક્ષણોને ત્યાગીને આપણા માટે સરહદ પર ઊભા છે. જ્યારે આપણે પોતાના બાળકને ખોળામાં લઈને સુવડાવીએ છીએ ત્યારે તેઓ બંકરમાં બેસીને શત્રુની ચાલ ચલગત પર નજર રાખે છે. જ્યારે આપણે શિયાળામાં ગરમ ધાબળો ઓઢીએ છીએ ત્યારે તેઓ માત્ર સરકારી જાકીટમાં બરફની ચાદરમાં ઊભા રહે છે. અને જ્યારે આપણે નાની આફતોથી વ્યથિત થઈ જઈએ છીએ ત્યારે તેઓ મૃત્યુનો સામનો કરીને હસતા હસતા કહે છે, “જય હિંદ!” "ભારત માતા કી જય!!" 

ભારતમાતા માટે શહીદ થનારા જવાનોની વાત કરીએ તો હૃદય કંપી ઊઠે છે. કેટલાય યુવાનો જેમના હોઠ પર હજુ હાસ્યની કોમળતા હતી, જેમના સપના હજુ સપનાજ હોય અને તેઓ એક જ ક્ષણમાં આપણા માટે અમર બની ગયા. તેમના શહીદીના સમાચાર આવે ત્યારે આખા દેશની આંખો ભીની થઈ જાય છે પરંતુ તેમના પરિવારનું વેદના? તે કલ્પના કરવાથી પણ આત્મા કંપી જાય છે. તેમની વિધવા પત્નીની આંખોમાં ખાલીપણું, તેમના બાળકના હાથમાં પિતાની યાદ પકડીને રડતી આંખો અને તેમના માતા પિતાના વૃદ્ધ થઈ ગયેલી ચાલ... આ બધું જોઈને કોણ કહી શકે કે આપણે તેમનું ઋણ ચૂકવી દીધું?

02

દેશભક્તિ શું છે? તે માત્ર ઝંડો ફરકાવવું નથી, કે માત્ર ‘વંદે માતરમ્’ ગાવું નથી. માત્ર નેતાઓના મંચ પરથી થતી વાતો નથી. વોટ ભેગા કરવાની રાજનીતિ નથી. દેશભક્તિ એ છે જ્યાં પોતાના બાળકને એકલું મૂકીને સરહદે જવું, પત્નીનાં આંસુને અવગણીને કર્તવ્ય નું પાલન કરવું, માતા પિતાની વૃદ્ધાવસ્થાને પડતી મૂકી દેશની રક્ષા કરવી. આ જ છે સાચી દેશભક્તિ. આ જ છે ભારતીય સેનાના જવાનોનું જીવન.

01

આજે આપણે સુરક્ષિત છીએ કારણ કે તેઓ આપણા માટે જાગે છે. આપણે આરામથી નિદ્રાધીન થઈએ છીએ કારણ કે તેઓ આપણા માટે જાગતા રહે છે. આપણે હસીએ છીએ કારણ કે તેઓ આપણા માટે શહીદી વહોરે છે. આ ઋણ ક્યારેય ચૂકવાઈ શકે નહીં. તેમ છતાં આપણે ઓછામાં ઓછું તેમને પ્રણામ કરી શકીએ છીએ, તેમના પરિવારને આદર આપી શકીએ છીએ અને દરેક ક્ષણે યાદ રાખી શકીએ છીએ કે આપણી આઝાદી અને આપણું સુખ દેશના જવાનોના લોહીથી લિખાયું છે.

ભારતીય સેનાને સાદર વંદન અને દેશના જવાનોને પરમ આદર. 

જય હિંદ! 

જય જવાન!!

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.