- National
- IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ZOHO પર શિફ્ટ થવાની કરી જાહેરાત, જાણો શું છે જોહો?
IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ZOHO પર શિફ્ટ થવાની કરી જાહેરાત, જાણો શું છે જોહો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના આહ્વાન બાદ, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના તમામ ડિજિટલ કામો માટે સ્વદેશી પ્લેટફોર્મ ZOHO પર શિફ્ટ થવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં લોકોને સ્વદેશી ખરીદવા અને વેપારીઓને સ્વદેશી વેચવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના આહ્વાન બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટું પગલું ભર્યું છે. તેમણે પોતાના તમામ ડિજિટલ કામ માટે સ્વદેશી પ્લેટફોર્મ ZOHO પર શિફ્ટ થવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત સ્વદેશીના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમણે નાગરિકોને ભારતમાં બનેલી વસ્તુઓ અને સેવાઓને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરતા કહ્યું કે, ‘હું હવે ZOHO પર શિફ્ટ થઈ રહ્યો છું. આ આપણું પોતાનું સ્વદેશી પ્લેટફોર્મ છે જ્યાં દસ્તાવેજો, સ્પ્રેડશીટ્સ અને પ્રેઝન્ટેશન બનાવી શકાય છે. હું બધાને આગ્રહ કરું છું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશીના આહ્વાનમાં જોડાય અને સ્વદેશી પ્રોડક્ટ્સ અને સેવાઓ અપનાવે.
https://twitter.com/AshwiniVaishnaw/status/1970136639789011091
શું છે ZOHO?
ZOHO એક વૈશ્વિક ટેક્નોલોજી કંપની છે. તેની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. તેને શ્રીધર વેમ્બુડુ અને ટોની થોમસે મળીને બનાવી છે તેનું મુખ્ય મથક ચેન્નાઈ, તમિલનાડુમાં છે. આ સિવાય કંપનીની ઓફિસો અમેરિકા, ચીન અને જાપાનમાં પણ છે.

