- National
- કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ.....
કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે ‘અતિશય ભક્તિ’ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે પડી રહી છે. એક ખાનગી કાર્યક્રમ દરમિયાન પુંડરિક ગોસ્વામીને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ મામલો હવે જોર પકડી રહ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પુંડરિક ગોસ્વામીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું હોવાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પોલીસ મહાનિર્દેશક એટલે કે DGPએ આ મામલે બહરાઇચના પોલીસ અધિક્ષક પાસેથી તાત્કાલિક સ્પષ્ટિકરણ અને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. પુંડરિક ગોસ્વામી માટે પોલીસે ન માત્ર પોલીસે લાઇનનું પરેડ ગ્રાઉન્ડ ખોલ્યું, પરંતુ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું. તો, ચાલો જાણીએ કે પુંડરિક ગોસ્વામી કોણ છે, જેમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે બહરાઇચ પોલીસની ફજેતી થઈ રહી છે.
https://twitter.com/newsnetmzn/status/2001700570844045525?s=20
કોણ છે પુંડરિક ગોસ્વામી?
પુંડરિક ગોસ્વામી વૃંદાવનના યુવા કથાવાંચક છે. તેઓ 7 વર્ષની ઉંમરથી જ કથા સંભળાવી રહ્યા છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું છે. પુંડરિક ગોસ્વામીની કથાનું આયોજન ભારત અને વિદેશ બંને જગ્યાએ થાય છે.

પુંડરિક ગોસ્વામીનો જન્મ 20 જુલાઈ, 1988ના રોજ વૃંદાવનમાં થયો હતો. તેઓ પ્રખ્યાત સંત અતુલ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પૌત્ર અને શ્રીભૂતિ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પુત્ર છે.
https://twitter.com/bharatsuraj01/status/2001571875789639740?s=20
પુંડરિક ગોસ્વામીના પરિવારમાં 38 પેઢીઓથી ભાગવત કથા કહેવામાં આવી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો. હાલમાં તેઓ શ્રીમદ્ માધવ-ગૌડેશ્વર પીઠમના 38મા આચાર્ય છે. તેઓ વિશ્વભરમાં ગૌડિય વૈષ્ણવ પરંપરાનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ મુખ્યત્વે શ્રી કૃષ્ણ, શ્રીમદ્ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, રામ કથા અને ભગવદ ગીતા પર પ્રવચનો આપે છે.
પુંડરિક ગોસ્વામી ગોપાલ ક્લબ અને નિમાઈ પાઠશાળા જેવા કાર્યક્રમો પણ સંચાલિત કરી રહ્યા છે. આ કાર્યક્રમો દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેઓ સામાજિક કાર્યમાં પણ અગ્રેસર છે, વંચિતો માટે મફત તબીબી શિબિરોનું આયોજન કરે છે અને ગરીબ બાળકોને શિક્ષણ પણ અપાવે છે.

