કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી છે. 2000ની બેચના આ અધિકારીની ન માત્ર બીજુ જનતા દળ (BJD) સરકાર દરમિયાન સૌથી પ્રભાવશાળી અમલદારોમાં ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ તેઓ પૂર્વ IAS અને નવીન પટનાયકના નજીકના સાથી વી.કે. પાંડિયનના પત્ની પણ છે. સુજાતાનું VRS એવા સમયે આવ્યું છે, જ્યારે ઓડિશામાં ભાજપની નવી સરકારે સત્તા સંભાળી છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે, BJD સરકાર દરમિયાન અમલદારશાહી પર પાંડિયનનો વધુ પડતો પ્રભાવ હતો, જેને હવે ખતમ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તાજેતરમાં ઘણા સીનિયર IAS અધિકારીઓની બદલી કરી છે, જેને 'BJDના પ્રભાવને ઓછો કરવાનો પ્રયાસ' બતાવવામાં આવી રહ્યો છે.

કોણ છે સુજાતા કાર્તિકેયન?

ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના બાલુરિયા ગામના રહેવાસી સુજાતાએ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ અકાદમીમાંથી IASની ટ્રેનિંગ લીધી હતી, જ્યાં તેમની મુલાકાત પાંડિયન સાથે થઇ હતી. લગ્ન બાદ પાંડિયને પંજાબ કેડર છોડીને ઓડિશા કેડર જોઇન્ટ કરી લીધું. કટક અને સુંદરગઢના કલેક્ટર રહી ચૂકેલા સુજાતાને BJD સરકારમાં મિશન શક્તિ જેવા મુખ્ય પ્રોજેક્ટ્સની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં 70 લાખ ગ્રામીણ મહિલાઓ જોડાઇ હતી. વર્ષ 2023માં તેમને ઓડિયા ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગનો વધારાનો હવાલો પણ મળ્યો હતો.

IAS-Sujata-Karthikeyan2
ndtv.in

VRSનું રાજનીતિક મહત્ત્વ

સુજાતાનું નામ વર્ષ 2024ની ચૂંટણી દરમિયાન વિવાદમાં ઘેરાયું હતું, જ્યારે ભાજપે તેમના પર BJDના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચના આદેશ પર તેમને ઓછા પ્રભાવશાળી પદ પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમના પતિ વી.કે. પાંડિયન વર્ષ 2023માં IAS છોડીને BJDમાં જોડઇ ગયા હતા અને પાર્ટીના ચૂંટણી અભિયાનને સંભાળ્યું હતું, પરંતુ BJDની હાર બાદ, તેમણે સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો.

સુજાતાએ 6 મહિનાની ચાઇલ્ડ કેર લીવ લીધી હતી, પરંતુ સરકારે તેને વધારવાનો ઇનકાર કરી દીધો હતો. નવેમ્બર 2023માં, તેઓ નાણાં વિભાગમાં વિશેષ સચિવના પદ પર પરત ફર્યા. કાર્તિકેય માઓવાદી પ્રભાવિત સુંદરગઢ જિલ્લામાં કલેક્ટર તરીકે કાર્યરત હતા. તેઓ બેંકના માધ્યમથી પ્રાયોજિત હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે સાયકલ યોજના શરૂ કરવા માટે જાણીતા છે. આ પહેલથી શાળાઓમાં કન્યાઓના એડમિશનમાં વધારો થયો હતો અને રાજ્ય સરકારે આ પહેલ ઓડિશાની તમામ શાળાઓમાં શરૂ કરી હતી.

IAS-Sujata-Karthikeyan
ndtv.in

તેમને રાજ્યના હિંસાગ્રસ્ત જિલ્લાઓમાં માઓવાદી પ્રભાવથી દૂર રહેવા માટે ફૂટબોલ જેવી રમતનો ઉપયોગ કરવાનો અને બાદમાં હોકી રમવામાં રસ ધરાવનારી છોકરીઓ અને છોકરાઓ માટે હૉસ્ટેલ સ્થાપિત કરવાનો શ્રેય પણ આપવામાં આવે છે. વર્ષ 2006માં, તેમણે સુંદરગઢની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં ઈંડાનો સમાવેશ કરવાની શરૂઆત કરી હતી. પટનાયકે ઉદ્ઘાટન કર્યું હતું અને બાદમાં તેને સમગ્ર રાજ્યમાં લાગૂ કર્યું હતું. VRS બાદ હવે સવાલ એ છે કે શું તેઓ પણ પોતાના પતિ પાંડિયનની જેમ રાજનીતિમાં આવશે?

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.