કોને થશે ફાયદો, કોનો છીનવાશે હક, સમજો જાતિ વસ્તી ગણતરી અસર કોના પર થશે

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, વડાપ્રધાન મોદીએ જાતિગત વસ્તી ગણતરી કરાવવાની દાવ રમીને વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો છીનવી લીધો છે. નવી વસ્તી ગણતરી સાથે, હવે જાતિઓની ગણતરી થશે. ત્યારબાદ અનામત વધારવાનો દાવ ખેલવામાં આવશે. રાહુલ ગાંધી પહેલાથી જ બંધારણમાં 50 ટકા અનામત મર્યાદા તોડવાની વાત કરી ચૂક્યા છે. તો પછી કોનો હક્ક છીનવાશે? આનો ફાયદો કોને થશે? ચાલો સમજીએ જાતિ વસ્તી ગણતરીના પ્રભાવની ABCD.

ભારતમાં અત્યાર સુધી કેન્દ્રીય સ્તર પર ન તો કોઈ જાતિ વસ્તી ગણતરી થઈ છે અને ન તો કોઈ સર્વે થયો છે એટલે ક્યાં, કેટલી અને કઈ જાતિઓ છે તેની બાબતે ચોક્કસ માહિતી નથી. હા, બિહાર સહિત ઘણા રાજ્યોમાં જાતિ સર્વે જરૂર કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે OBC અને અન્ય પછાત વર્ગોની સંખ્યા ખૂબ વધારે છે. સાથે જ દાવો એવો પણ કરવામાં આવે છે કે, આ એ જાતિઓની સંખ્યા છે , તેમના હિસાબે અનામતનો લાભ મળી શકતો નથી. આવો તેને બિહારના સર્વે પરથી સમજીએ.

caste-census2
siasat.com

 

બિહારના સર્વે પરથી સમજો

બિહારમાં જે સર્વે થયો, તે મુજબ, પછાત વર્ગ 27.12 ટકા, જ્યારે અતિ પછાત વર્ગ 36.01 ટકા છે. હાલમાં, બિહારમાં, OBCને 12 ટકા, જ્યારે અન્ય પછાત વર્ગને 18 ટકા અનામત મળેલું છે. જો તેને માનીને ' જેમની જેટલી ભાગીદારી, એટલી હિસ્સેદારીવાળો ફોર્મ્યૂલા લાગૂ કરીએ તો OBC + EBCની વસ્તી 63 ટકાથી વધુ થઈ. એટલે કે તેમને 63 ટકા અનામત આપવું જોઈએ.

આ જ રીતે, બિહારમાં SC અને ST 20 ટકાથી વધુ છે. તેમને 17 ટકા અનામત મળેલું છે. જ્યારે OBCને વધુ અનામત મળશે, તો તેઓ તેને વધારવાની પણ માગ કરશે. એવામાં અનામત ક્યાંથી આપવામાં આવશે? સરળ જવાબ એ છે કે સામાન્ય વર્ગનું અનામત કાપીને આ જાતિઓને આપવામાં આવશે. જેની વસ્તી બિહારના જાતિગત સર્વેમાં માત્ર 15 ટકા બતાવવામાં આવી છે, પરંતુ હાલમાં 50 ટકા સામાન્ય અનામત છે. જોકે, તેમાં બધી જાતિઓ સામેલ છે.

એક અનુમાન મુજબ, દેશમાં અન્ય પછાત વર્ગ (OBC)ની વસ્તી લગભગ 35 ટકા, અનુસૂચિત જાતિ (SC)ની વસ્તી 16.6 ટકા છે. અનુસૂચિત જનજાતિ (ST)ની વસ્તી 8.6 ટકા અને સામાન્ય વર્ગની જાતિની વસ્તી લગભગ 25 ટકા બતાવવામાં આવે છે. જો એજ સાચું થયું અને તેના આધારે અનામત આપવામાં આવશે, તો રાજકારણનો આખો ખેલ બદલાઈ જશે.

caste-census
newindianexpress.com

 

ભાજપને શું ફાયદો?

ભાજપને OBC સમુદાયમાંથી મોટી સંખ્યામાં મત મળે છે. દેશભરમાં તેની વસ્તી લગભગ 52 ટકાની આસપાસ હશે. ભાજપ હવે પૂરી રીતે તેમને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરશે. ભાજપ બતાવશે કે તેઓ હિન્દુઓના હિત બાબતે વિચારે છે. તે મુસ્લિમ અનામત વિરુદ્ધ મેદાનમાં ઉતરશે, જેનો પ્રયાસ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો વારંવાર કરે છે. ભાજપને ખબર હતી કે જાતિગત વસ્તી ગણતરી ન કરાવીને તે પોતાના માટે સમસ્યાઓ ઊભી કરી રહી છે. એવામાં, વડાપ્રધાન મોદીએ મોટો દાવ ખેલ્યો છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.