- World
- હાર્વર્ડ સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી, યુનિવર્સિટીને મળતી અબજો ડોલરની સરકારી સહાય અટકાવી
હાર્વર્ડ સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી, યુનિવર્સિટીને મળતી અબજો ડોલરની સરકારી સહાય અટકાવી

ફિલિસ્તીનના સમર્થનમાં અને ઇઝરાયલના વિરોધમાં કેમ્પસમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ હાર્વર્ડ યુનિવર્સિટી સામે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની એક પછી એક કાર્યવાહી કરવાનું ચાલુ છે. યુએસ શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓને સંશોધન અને અન્ય નાણાકીય સહાય માટે મળતા અબજો ડોલરના ભંડોળને અટકાવી દીધું છે. વિભાગે સોમવારે આ અંગેની જાણ યુનિવર્સિટી પ્રશાસનને કરી છે.
રોઇટર્સના એક અહેવાલ મુજબ, આ પ્રતિ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી હાર્વર્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની માંગણીઓ સ્વીકારે નહીં. વિભાગે યુનિવર્સિટી પાસેથી કેમ્પસમાં કથિત એન્ટિસેમિટ્જ્મ એટલે કે યહૂદી વિરોધી ગતિવિધિઓ,સ્ટુડેન્ટ રેસ પોલિસી અને સંસ્થામાં અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સ્પષ્ટતા માંગી છે.

સરકાર પાસેથી આર્થિક મદદ ન માંગવી જોઈએ!
શિક્ષણ વિભાગના સચિવ લિન્ડા મેકમોહને એક પત્રમાં જણાવ્યું હતું કે હાર્વર્ડે ફેડરલ સરકાર પાસેથી ભંડોળ ન લેવું જોઈએ કારણ કે હવે કોઈ અનુદાન આપવામાં આવશે નહીં. હાર્વર્ડે આનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. અહેવાલો અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રે કાનૂની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે.
ફિલિસ્તીન સમર્થકો સામે કાર્યવાહીની માંગ!
ફિલિસ્તીન સમર્થક પ્રદર્શનો બાદ, ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટી વહીવટીતંત્ર પર આરોપ લગાવ્યો હતો કે, કેમ્પસમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કેમ્પસમાં આવા જૂથો સામે કાર્યવાહી અને વિરોધ પ્રદર્શન દરમિયાન માસ્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જોકે, યુનિવર્સિટી દ્વારા આવા આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની માંગ મુજબ, કેમ્પસના વિરોધીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ટ્રમ્પ પ્રશાસનની નારાજગી વધી છે.

હાર્વર્ડના 9 અરબ ડોલર ભંડોળની કરવામાં આવી સમીક્ષા!
હાર્વર્ડે ટ્રમ્પ વહીવટીતંત્રની ઘણી માંગણીઓનો વિરોધ કર્યો છે, અને તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શૈક્ષણિક સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે. યુનિવર્સિટીએ સરકાર સામે દાવો પણ દાખલ કર્યો છે, જેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભંડોળમાં કાપથી દર્દીઓ, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકો પર ગંભીર અસર પડશે. હાર્વર્ડ સાથે સ્પર્ધા કરવા માટે, ટ્રમ્પ વહીવટીતંત્રે ફેડરલ ભંડોળમાં 9 અરબ ડોલરની સંઘીય આર્થિક મદદની સમીક્ષા શરૂ કરી. હાર્વર્ડે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્રની માંગણીઓ વધુ છે અને તે યુનિવર્સિટીને સરકારી નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
Related Posts
Top News
એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર
‘જ્યારે લીડ 13-0 અથવા 10-1ની હોય તો તેને રાઇવલરી ન કહેવાય’, સૂર્યકુમારે પાકિસ્તાનને અરીસો બતાવ્યો
'અમે સંત નથી' એવું ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કોના માટે કહ્યું?
Opinion
