રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

જાન્યુઆરી 2026માં, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)નો કેમ્પ પ્રજાસત્તાક દિવસથી રાજધાની દિલ્હીમાં શરૂ થયો. આ કેમ્પ દર વર્ષે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી યોજાય છે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા હજારો NCC કેડેટ્સ ભાગ લે છે. લાયક કેડેટ્સને પ્રજાસત્તાક દિવસની પરેડમાં કૂચ કરવાની તક મળે છે, જે કોઈપણ કેડેટ માટે ગર્વની ક્ષણ હોય છે.

narendra-modi5
business-standard.com

શિબિરમાં હાજરી આપવાની તક કોને મળે છે?

આ કેમ્પમાં માત્ર એજ કેડેટ્સ આવે છે જેમણે પોતપોતાના રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું હોય છે. NCC કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં અનુશાસન, દેશભક્તિ, લીડરશિપના ગુણો અને એકતાની ભાવના મજબૂત કરવાનો છે. કેમ્પ દરમિયાન કેડેટ્સને ડ્રીલ, પરેડ, યોગ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજ સેવા અને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ આપવામાં આવે છે. તેની સાથે જ તેઓ આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનવા માટે પણ તૈયાર કરવામાં આવે છે.

children4
indianexpress.com

પ્રજાસત્તાક દિવસ પછીના દિવસે કેડેટ્સને મળે છે વડાપ્રધાન

દર વર્ષે 27 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિવસ પછીના દિવસે, વડાપ્રધાન NCC કેમ્પની મુલાકાત લે છે. આ એક પ્રાચીન અને સન્માનજનક  પરંપરા છે. કેમ્પમાં પહોંચ્યા બાદ, વડાપ્રધાન NCC કેડેટ્સ સાથે સીધો વાર્તાલાપ કરે છે અને તેમને પ્રોત્સાહિત કરે છે. વડાપ્રધાન કેડેટ્સને રાષ્ટ્ર સેવા, પ્રામાણિકતા અને જવાબદારીનો સંદેશ આપે છે. આ દરમિયાન જે કેડેટ્સ શાનદાર પ્રદર્શન કરનારા કેડેટ્સનું સન્માન પણ કરવામાં આવે છે. વડાપ્રધાનની હાજરી યુવાનોને રાષ્ટ્રમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે અને NCCનું મહત્ત્વ હજી વધે છે. જાન્યુઆરી 2026નો NCC કેમ્પ માત્ર તાલીમ માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ તે દેશના ભવિષ્યના નેતાઓને ઘડવા માટે એક પ્રયોગશાળા પણ છે.

narendra-modi6
indiatoday.in

NCC સર્ટિફિકેટ શું છે અને કેમ જરૂરી છે?

NCCમાં ત્રણ પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવે છે: A, B, અને C. ‘સર્ટિફિકેટ A’ શાળા સ્તરના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તે ધોરણ 8 થી 10ના NCC કેડેટ્સ માટે હોય છે. સર્ટિફિકેટ B’ કોલેજમાં અભ્યાસ કરતા NCC કેડેટ્સને આપવામાં આવે છે. આ માટે ઓછામાં ઓછા એક વર્ષ NCCમાં સેવાની જરૂર હોય છે. ‘C સર્ટિફિકેટ’ NCCમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ છે. તે મેળવવા માટે ઓછામાં ઓછા 3 વર્ષ સુધી NCCમાં રહેવું જરૂરી છે. ‘C સર્ટિફિકેટ મેળવનારા કેડેટ્સને સેના, પોલીસ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સરકારી નોકરીઓમાં વિશેષ લાભ મળે છે. ઘણી પરીક્ષાઓમાં ઉંમરમાં છૂટ અને વધારાના ગુણ પણ આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

ગુજરાતને દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 2 દિવસ અગાઉ જ હાજી રમકડુંને પદ્મશ્રી...
Gujarat 
ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કેમ્પસ ખાતે 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ, વી.ટી.ચોક્સી સાર્વજનિક...
Gujarat 
લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સુરતમાં પત્નીએ જ પતિનો જીવ લઈ લીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સુરતના લિંબાયત વિસ્તારમાં એક પત્નીએ પોતાના જ પતિનો જીવ લઈ લીધો. હત્યા પાછળનું મુખ્ય કારણ જાણીને તમે પણ ચોંકી જશો....
Gujarat 
સુરતમાં પત્નીએ જ પતિનો જીવ લઈ લીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

જાન્યુઆરી 2026માં, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)નો કેમ્પ પ્રજાસત્તાક દિવસથી રાજધાની દિલ્હીમાં શરૂ થયો. આ કેમ્પ દર...
National 
રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.