- National
- શિવરાજ સિંહ ચૌહાણે એમ શા માટે કહ્યું કે- 'ચૂંટણીના સમયે કેટલીક વખત વોટ અપાવે તેવા નિર્ણય લેવા પડે છે...
શિવરાજ સિંહ ચૌહાણે એમ શા માટે કહ્યું કે- 'ચૂંટણીના સમયે કેટલીક વખત વોટ અપાવે તેવા નિર્ણય લેવા પડે છે'

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન મોટી વાત કહી દીધી હતી. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કેટલીક વખત ચૂંટણીના સમયે વોટ મળે આવા નિર્ણયો લેવા પડે છે. એટલું જ નહીં વારંવાર થનારી ચૂંટણીના કારણે નિર્ણયો પર અસર તો થાય જ છે, પરંતુ પૈસીનો પણ બગાડ થાય છે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે વન નેશન વન ઇલેક્શન જરૂરી ગણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલની એક ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત વન નેશન વન ઇલેક્શન યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે વન નેશન વન ઈલેક્શનને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી કહ્યું કે વારંવાર ચૂંટણીને કારણે ઘણા નિર્ણયો પ્રભાવિત થાય છે, વિકાસ અટકી જાય છે અને પૈસાનો પણ બગાડ થાય છે. એટલું જ નહીં, કેટલીક વખત તો ચૂંટણીના ડરથી વોટ અપાવે તેવા નિર્ણય પણ લેવાની વાત તેમણે કરી હતી.

શિવરાજ સિંહ ચૌહાણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, દેશમાં એક સાથે ચૂંટણી જરૂરી છે. અલગ-અલગ ચૂંટણીઓ થવાને કારણે તમામ રાજકીય પાર્ટીઓ આગામી ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત રહે છે. પોતાનું ઉદાહરણ આપતા તેણે કહ્યું કે, હું બધું છોડીને 3 મહિના ઝારખંડમાં પડ્યો રહ્યો. આ બધી પાર્ટીઓના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે થાય છે. શિવરાજ સિંહે ચૂંટણીમાં થનારા ખર્ચ પર ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, વાસ્તવમાં ઔપચારિક ખર્ચ દેખાય છે, પાછળથી વધારે કેટલો ખર્ચ થાય છે, ચૂંટણી દરમિયાન ખૂબ પૈસા ખર્ચ થાય છે.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Opinion
