હું તો કિન્નર છું, ભરણપોષણ ભથ્થું માગવા પર કોર્ટમાં બોલ્યો પતિ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિલાએ કોર્ટમાં પોતાના પતિ પાસે ભરણ-પોષણ ભથ્થા માટે કેસ દાખલ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેનાથી અલગ રહે છે અને ખર્ચ માટે પૈસા આપતો નથી. પરંતુ ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન પતિએ એ મહિલાને પોતાની પત્ની માનવાનો ઇનકાર કરી દીધો. સાથે જ તેણે કહ્યું કે, તે તો કિન્નર છે, તે લગ્ન કઇ રીતે કરી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ મહિલાએ ફેમિલી કોર્ટમાં એક વાદ પ્રસ્તુત કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે, તેના લગ્ન 10 માર્ચ 1985ના રોજ થયા હતા. એટલે કે લગભગ 40 વર્ષ અગાઉ. એ સમયે તેનો પતિ સોના-ચાંદીની દુકાનમાં નોકરી કરતો હતો. વર્ષ 1990 સુધી બંને ઉત્તર પ્રદેશના આગ્રામાં પોતાના પૈતૃક મકાનમાં રહ્યા. એ વર્ષે બંનેના પરિવારજનો સાથે અણબનાવ થઈ ગયો અને તેઓ એ જ શહેરમાં એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.

થોડા સમય બાદ બંને મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયરમા શિફ્ટ થઈ ગયા. મહિલાનું કહેવું છે કે થોડા સમય બાદ તેના પતિએ કહ્યું કે, તેની આગ્રામાં એક સારી નોકરી લાગી રહી છે. તે ત્યાં એકલો રહીને કામ કરશે અને તેની પાસે આવતો જતો રહેશે. પતિએ તેને દર મહિને 15 હજાર રૂપિયા આપવા પણ કહ્યું હતું. એટલું જ નહીં તે ગ્વાલિયાર્થી આગ્રા જતો રહ્યો. પતિના ગયા બાદ મહિલા તેની અને પૈસાઓની રાહ જોતી રહી, પરંતુ ન તો તેનો પતિ પાછો ફર્યો અને ન તો પૈસા મોકલ્યા.

મહિલાએ આગ્રામાં જ્યારે શોધખોળ કરી તો ખબર પડી કે તેના પતિએ કિન્નરો સાથે રહેવાનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ મહિલાએ 9 ડિસેમ્બર 2015ના રોજ ગ્વાલિયર ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણ ભથ્થા માટે અરજી દાખલ કરી. સુનાવણી દરમિયાન પતિએ કોર્ટમાં કહ્યું કે, તે તો કિન્નર છે, તે લગ્ન કઇ રીતે કરી શકે છે. તેણે કિન્નરો સાથેની પોતાની ઘણી તસવીર પણ દેખાડી.

સુનાવણી દરમિયાન મહિલાની એક સંબંધીએ જુબાની પણ આપી કે એ બંનેના લગ્નના સમયે હાજર હતી. કોર્ટમાં મહિલા લગ્ન સંબંધિત દસ્તાવેજ ન રજૂ કરી શકી. મહિલા આધાર કાર્ડમાં તેના પતિનું નામ હતું. જો કે, તેના પતિએ પોતાને કિન્નર બતાવતા પોતાનું અલગ નામ બતાવ્યું. સુનાવણી બાદ કોર્ટે નિર્ણય પતિના પક્ષમાં જ આપ્યો. કોર્ટે મહિલાએ દર મહિને 15 હજાર રૂપિયાના ભરણ-પોષણ ભથ્થા માટેની અરજીને ફગાવી દેવામાં આવી.

About The Author

Related Posts

Top News

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક...
National 
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે...
Gujarat 
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે....
National 
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.