કોઈને કહ્યા વગર અચાનક ગાયબ થઇ ગઈ વહુ... સાસરિયાઓ ગયા જેલમાં, બે વર્ષ પછી જીવતી મળી!

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં, બે વર્ષ પહેલાં દહેજ હત્યા કેસમાં મૃત માનવામાં આવેલી એક પરિણીત મહિલા જીવતી મળી આવી છે. લગ્ન પછી રહસ્યમય રીતે ગાયબ થયેલી આ મહિલાને પોલીસે મધ્યપ્રદેશમાં સલામત અને સ્વસ્થ હાલતમાં શોધી કાઢી છે. પિયરીયાના પરિવારે તેના ગાયબ થઇ જવા પર પતિ અને છ સાસરિયાઓ સામે કેસ દાખલ કર્યો હતો. હવે, મહિલાના જીવિત મળવાથી કેસનું પાસું પલટી શકે છે અને કોર્ટ પર તેની ખુબ મોટી અસર પડી શકે છે.

ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં, અહીં બે વર્ષ પહેલાં મૃત માનવામાં આવેલી મહિલાના પ્યાર પક્ષ તરફથી દહેજ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે હવે તે જ મહિલા જીવતી સહી સલામત મળી આવી છે. પોલીસે તેને મધ્યપ્રદેશમાંથી શોધી કાઢી છે.

કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ પઢ઼િનની મદૈયાની રહેવાસી 20 વર્ષીય મહિલાના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલાં થયા હતા. લગ્નના થોડા સમય પછી જ તે રહસ્યમય સંજોગોમાં તેના સાસરિયાના ઘરેથી અચાનક કોઈને કહ્યા વગર ગાયબ થઈ ગઈ હતી.

જ્યારે ખુબ શોધખોળ કર્યા પછી પણ મહિલાનો કોઈ પત્તો ન લાગ્યો, ત્યારે મહિલાના માતાપિતાએ 23 ઓક્ટોબર, 2023ના રોજ ઔરૈયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પરંતુ, ઘણા લાંબા સમય સુધી તેની કોઈ ખબર ન મળવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. પિયર પક્ષના પરિવારને દહેજ હત્યાનો કેસ હોવાની શંકા વ્યક્ત કરી હતી, અને કોર્ટના આદેશ પર, ઔરૈયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પતિ સહિત છ સાસરિયાઓ વિરુદ્ધ કલમ 498A, 304B અને DP એક્ટની 3/4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

સમગ્ર કેસની તપાસ CO, સિટી ઔરૈયા દ્વારા કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સર્વેલન્સ ટીમોને સક્રિય કરવામાં આવી હતી, અને સતત પ્રયાસો કર્યા પછી, ગુમ થયેલી મહિલા મધ્યપ્રદેશમાં હોવાનું મળી આવ્યું હતું.

Woman-Alive
bhaskar.com

પોલીસ ટીમે કાર્યવાહી કરી અને તેને મધ્યપ્રદેશથી સુરક્ષિત અને સહી સલામત હાલતમાં શોધી કાઢી. હાલમાં તેને ઔરૈયા લાવવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સદર સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, મહિલા લગભગ બે વર્ષ પહેલા ગુમ થઈ હતી. પિયરીયાના પરિવારે દહેજ મૃત્યુનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટના આદેશ પર, સાસરિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ ચાલી રહી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સર્વિલાન્સની મદદથી, મહિલાને મધ્યપ્રદેશથી જીવતી અને સહી સલામત રીતે પછી લઇ આવવામાં આવી હતી.

આગળની કાનૂની પ્રક્રિયાઓ પુરી કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે, જે મહિલાને મૃત માનવામાં આવી હતી અને તેના પર હત્યાનો કેસ ચાલી રહ્યો હતો તે જીવંત હોવાનું બહાર આવ્યું છે. આ મહિલાના જીવતા મળી આવવાને કારણે આખા કેસનું પાસું પલટી શકે છે અને કોર્ટ પર તેની ખુબ મોટી અસર પડશે તે નિશ્ચિત છે.

About The Author

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.