આ મ્યૂ. ફંડોએ 5 વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું, સ્મૃતિ ઇરાનીએ પણ રોકાણ કર્યું છે

ઓછા સમયમાં સારુ વળતર જોઇતું હતુ હોય તો જાણકારો મ્યુ. ફંડને એક શ્રેષ્ઠ ઓપ્શન તરીકે માને છે. આમાં તમે લમ્પ સમ અથવા સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) તરીકે રોકાણ કરી શકો છ. આજે મોટાભાગના લોકો  મ્યૂ. ફંડમાં રોકાણ કરે છે ત્યાં સુધી કે રાજકારણીઓ પણ મ્યૂ. ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અને તેમના પતિએ પણ મ્યૂ. ફંડમાં રોકાણ કરેલું છે. સ્મૃતિ ઇરાનીના પોર્ટફોલિયોમાં SBI  મ્યૂ. ફંડના ત્રણ અલગ અલગ કેટેગરીના ફંડ સામેલ છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ચૂટણી પંચને રજૂ કરેલી એફટેવિટ મુજબ કેન્દ્રીય મંત્રી સમ્તિ ઇરાનીએ SBI મેગ્નમ મિડકેપ ફંડમાં 2,14,804 રૂપિયા,SBI બ્લુચીપ ફંડમાં 2.20, 125 રૂપિયા અને SBI ફોક્સડ ઇક્વિટી ફંડમાં 40, 219 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ બતાવ્યું હતુ.  અમે તમને બતાવીશું કે  આ ફંડમાં દર મહિને 1000 રૂપિયાની SIP કરીને 5 વર્ષમાં તમારું રોકાણ કેટલું થઇ જશે.

SBI મેગ્નમ મિડ કેપ ફંડ-  આ ફંડ 6,000 કરોડ રૂપિયાનું મેનેજમેન્ટ કરે છે. આ ફંડની નેટ એસ્ટેટ વેલ્યૂ (NAV)  અંદાજે 127 રૂપિયા છે. ફંડનો 93.61 ટકા હિસ્સો ઇક્વિટી શેરોમાં રોકાણ થાય છે. જેમાં 1.08 ટકા લાર્જ કેપ, 53.42 ટકા મિડ કેપ અને 30.49 ટકા હિસ્સો સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરવામાં આવે છે.

આ ફંડ એવા લોકો માટે યોગ્ય છે, જે લોકો 3થી 4 વર્ષ માટે રૂપિયા રોકવા માંગે છે અને સારા વળતરની અપેક્ષા રાખે છે. જો કોઇ વ્યકિત આ ફંડમાં દર મહિને 1000 રૂપિયાની SIP કરે છે તો તેનું 5 વર્ષમાં કુલ રોકાણ 60,000 રૂપિયા થશે( 12000X5). જયારે 5 વર્ષમાં તમારી રકમ 68.32 ટકા  વધીને 100990 રૂપિયા થઇ જશે. મતલબ કે વાર્ષિક રિટર્ન 20.94 ટકા જેટલું થશે.

SBI બ્લુચીપ ફંડ રેગ્યુલર પ્લાન- આ ફંડ 29,000 કરોડ રૂપિયાનું મેનેજમેન્ટ કરે છે. જેની નેટ એસ્સેટ વેલ્યૂ 59 રૂપિયા છે. આ ફંડની ખાસિયત એ છે તે 97.78 ટકા રકમ ઇક્વિટીમાં લગાવે છે. જેમાં 72 ટકા લાર્જ કેપ, 9.16 ટકા મિડ કેપ અને માત્ર 1.53 ટકા સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે.

આ ફંડમાં 5 વર્ષ માટે રોકાણ કરવું યોગ્ય રહેશે. જો દર મહિને 1000 રૂપિયા રોકવામાં આવશે તો 5 વર્ષે 60,000 રૂપિયાનું રોકાણ થશે અને 5 વર્ષ પછી  92,000 કરતા વધારે રકમ મળી શકે. વાર્ષિક રિટર્ન 17.41 ટકા જેટલું રહી શકે છે.

SBI ફોક્સ્ડ ઇક્વિટી ફંડ-  આ ફંડની સાઉઝ 17,000 કરોડથી વધારે છે. આ ફંડની નેટ એસ્સેટ વેલ્યૂ 228.81 રૂપિયા છે. આ ફંડ ભારતીય કંપનીઓના શેરોમાં 82.01 ટકા રોકાણ કરે છે. જેમાં 34.65 ટકા લાર્જ કેપ, 26.86 ટકા મિડ કેપ અને 7.17 ટકા સ્મોલ કેપ શેરોમાં રોકાણ હોય છે. આ ફંડમાં એવા લોકોએ રોકાણ કરવુ જોઇએ.

આ ફંડમાં તમે દર મહિને 1,000 રૂપિયાની SIP  5 વર્ષ માટે કરો છો તો તમારું રોકાણ થશે 60,000 રૂપિયા. તેની સામે તમને 5 વર્ષમાં 70,80 ટકા વધીને 102531 રૂપિયા થઇ જશે. વાર્ષિક 21.56 ટકા વળતર થશે.

Top News

આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
Astro and Religion 
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Politics 
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં...
Health 
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?

મહારાષ્ટ્રની રાજનીતિમાં થોડા દિવસોથી ચાલી રહેલો ગણગણાટ હવે ધીમે-ધીમે એક મોટા રાજનીતિક ઉથલ-પાથલ તરફ ઈશારો કરી રહ્યો છે. ગયા અઠવાડિયે...
National  Politics 
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.