- Entertainment
- ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી..’ને રી-લોન્ચ કરવા માગતી નહોતી એકતા કપૂર, જણાવ્યું કેમ નિર્ણય બદલ્યો
‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી..’ને રી-લોન્ચ કરવા માગતી નહોતી એકતા કપૂર, જણાવ્યું કેમ નિર્ણય બદલ્યો
ફિલ્મ અને ટીવી શૉ મેકર એકતા કપૂર આ દિવસોમાં તેનો શૉ 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ની 25મી વર્ષગાંઠને લઈને ચર્ચામાં છે. તે હવે આ આઇકોનિક શૉ પાછો લાવી રહી છે. એકતા કપૂરે એક લાંબી લાચાક પોસ્ટમાં જણાવ્યું કે, તે તેને ફરીથી કેમ લોન્ચ કરવા માગતી નહોતી. એકતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, જ્યારે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ના 25 વર્ષ પૂરા થવા આવ્યા અને તેને ટીવી પર ફરીથી લોન્ચ કરવાની વાતો ઉઠવા લાગી, તો મારી પહેલી પ્રતિક્રિયા હતી, નહીં! બિલકુલ નહીં! હું એ જૂની યાદને પાછી શા માટે લાવું? જે લોકો જૂની યાદોમાં ખોવાયેલા રહે છે તેઓ સમજે છે કે, એ યાદોને ક્યારેય જીતી શકાતી નથી. તે હંમેશાં સુપ્રીમ રહી છે અને રહેશે.
એકતાએ કહ્યું કે, ‘આપણે આપણા બાળપણને જેમ યાદ કરીએ છીએ અને તે હકીકતમાં જેવું રહ્યું છે, બંનેમાં ફરક છે અને રહેશે. ટીવીનો સ્પેસ પણ હવે ખૂબ બદલાઈ ચૂક્યો છે. એક સમય હતો જ્યારે અમારા દર્શકોની સંખ્યા માત્ર 9 શહેરોમાં વહેંચાયેલી હતી. આજે એજ સંખ્યા ઘણા જુદા-જુદા ટૂકડાઓમાં વહેંચાઇ ગઈ છે. અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ ચૂકી છે. શું આ 'ક્યોંકી'ના એ વારસાને સંભાળી શકશે? શું તે ઐતિહાસિક TRPને, જે પછી ક્યારેય કોઈ અન્ય સીરિયલને ન મળી, સંભાળી શકશે, પરંતુ સવાલ એ છે કે શું TRP જ એ શૉનો અસલી વારસો હતો? શું તે માત્ર અંકોનો ખેલ હતો? એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના રિસર્ચમાં સામે આવ્યું કે આ શૉએ ભારતીય ઘરોની મહિલાઓને અવાજ આપ્યો.’
https://www.instagram.com/p/DL6mO1Nq647/?utm_source=ig_web_copy_link
એકતાએ વધુમાં જણાવ્યુ કે, ‘તે માત્ર એક ડેઇલી સોપ નહોતો. તેણે ઘરેલુ સોશન, વૈવાહિક બળાત્કાર, એજ શેમિંગ અને ઈચ્છામૃત્યુ જેવા મુદ્દાઓને ભારતીય ડાઇનિંગ ટેબલ પર ચર્ચાનો વિષય બનાવ્યો અને તે જ આ કહાનીનો અસલી વારસો હતો. જોકે, લોકો માને છે કે શૉના અચાનક બંધ થઈ જવાથી અધુરાનો અનુભવ છોડી ગયો હતો. મેં ટીમ અને પોતાને પૂછ્યું... શું આપણે આજના સ્ટોરીટેલિંગના ફોર્મેટથી અલગ રહીને એવી જ કહાની શેર કરી શકીશું? શું આપણે ટેલિવિઝનનો તે દૌર પાછો લાવી શકીએ?’
શું આપણે TRPની રેસથી બહાર જઈને ફરીથી પ્રભાવશાળી કહાનીઓ બનાવી શકીએ છીએ? શું આપણે દર્શકો સુધી પહોંચીને તેમની વિચારસરણી, તેમનો દૃષ્ટિકોણ બદલી શકીએ? શું આપણે પેરેન્ટિંગની વાત કરી શકીએ? કેર અને કંટ્રોલ વચ્ચેના સંતુલનની વાત કરી શકીએ છીએ? શું આપણે એવા મુદ્દાઓ પર વાત કરી શકીએ છીએ, જેનાથી આજનો સમાજથી ખચકાય છે?’
શું આપણે ભારતના સૌથી મોટા અને સૌથી ગાઢ માધ્યમ, ટેલિવિઝનનો ઉપયોગ કરીને ફરીથી એક એવી કહાની કહી શકીએ છીએ, જે દિલને સ્પર્શી જાય અને લોકોના વિચારને હચમચાવી નાખે? જે લોકોને પ્રભાવિત કરે, પરંતુ સાથે-સાથે મનોરંજન પણ કરે? શું આપણે ફરીથી એ સમય પાછો લાવી શકીએ, જ્યાં આખો પરિવાર ડિનર ટેબલ પર બેસીને વાતો કરતો હતો? જેવો જ મેં પોતાની જાતને સવાલ કર્યો જવાબ ઓટોમેટ્ક હસતો સામે આવી ગયો. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફરી આવી રહી છે. કેટલાક સીમિત એપિસોડ સાથે. અંતે એકતાએ લખ્યું કે, ‘આ શૉ માટે, જે માત્ર અમારો જ નથી, તમારો પણ છે. ચીયર્સ ટૂ ક્યોંકી... ચીયર્સ ટૂ સ્ટોરીટેલિંગ.. ચીયર્સ ટૂ પ્રભાવ.’

