- Central Gujarat
- લવ જેહાદ કાયદાને લઇને ગુજરાત સરકાર પર દબાણ વધ્યું: ડભોઇના ધારાસભ્યએ કરી આ માગ
લવ જેહાદ કાયદાને લઇને ગુજરાત સરકાર પર દબાણ વધ્યું: ડભોઇના ધારાસભ્યએ કરી આ માગ

રાજ્યમાં લવ જેહાદ અંગે કોઈ કાયદો લાવવો જોઈએ તેવી માગ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સરકાર સામે કરી રહ્યા છે. વડોદરામાં એક 21 વર્ષની બ્રાહ્મણ યુવતીએ સાથે લવ જેહાદનો કિસ્સો બન્યો છે. ત્યારે આ કિસ્સા બાદ ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ લવ જેહાદનો કાયદો લાવવા બાબતે અને મેરેજ એક્ટમાં સંશોધન લાવવાની માંગણી કરવામાં આવી છે.
ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ર લખીને રજૂઆત કરી છે કે, ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા લવ જેહાદના સંદર્ભમાં કાયદા વિરૂધ્ધ ધર્મપરિવર્તન પ્રતિબંધ વટહુકમ-2020 બહાર પાડયો છે. જેને કેબિનેટે પણ મંજૂરી આપી છે. આ કાયદાનો મૂળ હેતુ છળ, કપટ અને પ્રલોભન આપીને ધર્માતરણ કરાવવામાં આવે છે તેને અટકાવવાનો છે. લધુમતિ કોમો પૈકીની ચોકકસ કોમ દ્વારા સમગ્ર દેશમાં હિંદુ ધર્મની કન્યાઓને પટાવી-ફોસલાવીને તેમની સાથે લગ્ન કરવામાં આવે છે. આ એક ચોકકસ રમતના ભાગરૂપે ષડયંત્ર ચાલે છે. તેનો ભોગ પુખ્તવયની ભોળી કન્યાઓ બને છે. એ સમાજ દ્વારા તેને લવ જેહાદનું શિર્ષક આપવામાં આવેલું છે. આપ એ વાતથી વિદીત છો કે, સૌ પ્રથમ આ બાબતે મે જાહેરમાં મીડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, UP સરકાર દ્વારા લવ જેહાદ માટે કાયદો પસાર કર્યો છે તેવો કાયદો ગુજરાત સરકારે પણ કરવો જોઇએ.
એક સર્વે અનુસાર આ ચોક્કસ કોમના લોકો દ્વારા પોતાનું નામ હિંદુ નામ રાખવામાં આવે છે. તેઓની અટક પણ બદલે છે. તેઓ એજ નામના સરકારી ઓળખપત્ર પણ બનાવે છે. મોટા ભાગની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને એનકેન પ્રકારે પટાવી ફોસલાવી પ્રેમનો ડોળ ઉભો કરી ફસાવે છે. તેઓની સાથે આ ચોકકસ કોમના યુવાનો લગ્ન કરે છે અને લગ્ન કર્યા બાદ સાચી હકીકતું બહાર આવતા આ યુવતીઓનું જીવન નર્કાદ્વાર બની જાય છે. તેઓની સાથે જબજસ્તીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે. ઘણા કિસ્સામાં એમ પણ જોવા મળ્યું છે કે, છળ-કપટથી પ્રેમમાં ફસાવી જે યુવતી સાથે લગ્ન કરે છે તે યુવતી લગ્ન પછી બીજી પત્ની તરીકેનું સ્થાન મેળવે છે. દિવસેને દિવસે આનું પ્રમાણ વધતું ગયુ છે.
આજના જ વર્તમાન પત્રમાં વડોદરાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાગરવાડાના લધુમતી કોમના યુવકે હિંદુ બ્રાહ્મણ યુવતીની સાથે ભાગીને લગ્ન કર્યા. આ કિસ્સામાં જાણવાની વાત એ છે કે, વડોદરાના આ બન્ને રહેવાસીએ વડોદરામાં લગ્ન ન કર્યા પરંતુ છોટાઉદેપુરમાં લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો અને યુવતીના ધરે વાંધા અરજીને નોટીસ ઇસ્યુ થતા મહારાષ્ટ્રમાં ધર્મપરીવર્તન કરી લગ્ન કર્યા. આમ, વડોદરા છોડીને અન્ય જગ્યાએ ધર્મપરિવર્તન કરી લગ્ન થઇ રહ્યા છે. ત્યારે જે જયાં રહેતો હોય ત્યાં જ લગ્ન કરી શકે તેવો કાયદો બનવો જોઇએ અથવા હયાત કાયદામાં સુધારો થવો જોઇએ.
સામાન્ય રીતે આ ચોકકસ સમુદાયના લોકો સ્પેશિયલ મેરેજ એકટ અંતર્ગત રજીસ્ટારની કચેરીમાં લગ્ન કરતા હોય છે. જેમાં નિયમ મુજબ એક મહિનાનો નોટીસ પીરીયડ આપવામાં આવે છે. પરંતુ આ નોટીસની નોંધ એક સરકારી ચોપડામાં થાય છે અને નોંધ ઓફિસના કોઇ બારણાની પાછળ લટકાવી દેવામાં આવે છે. માતા-પિતાની કોઇ જગ્યાએ સહમતિ દર્શાવતું કોલમ નથી. તેથી લગ્નની જાણ તેઓના માતા-પિતાને થતી નથી. 30 દિવસ બાદ લગ્નનું સર્ટીફીકેટ લગ્ન અધિકારી દ્વારા આપવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમ્યાન યુવતીના પરિજનોને કાંઇ જ ખબર હોતી નથી. આ સમય મર્યાદા બાદ યુવતી અને ચોકકસ કોમનો યુવાન ભગાડીને લગ્ન કરે છે.
આની સામે કોઇ પણ એવો નકકર કાયદો ગુજરાત રાજય સ્તરે નથી કે, જેનાથી હિંદુ યુવતીનું ધર્મપરિવર્તન લોભ, લાલચ કે બળબરીથી કરવામાં આવેલ છે કે, કેમ તેની તપાસ થાય અને તેની સામે પગલા લેવાય. UP સરકાર દ્વારા આ દિશામાં એક નકકર પગલું લેવામાં આવ્યું છે. એ અધિનિયમ મુજબ જે કોઇને પણ બીજા ધર્મના વ્યકિત સાથે લગ્ન કરવા હોય તે પ્રેમી જોડાએ બે મહિના પહેલા ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટને અરજી આપવી પડશે. ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ તેની પર તપાસ કરી આ લગ્ન કરવા માટે કોઇ દબાવ કે, જબરજસ્તી કરવામાં આવતી નથી ને તે જોશે. જો ધર્મ પરિવર્તના હેતુ માટે જ લગ્ન કરવામાં આવે તો તે અમાન્ય ગણાશે. તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ જણાવેલ છે. આ કાયદો અમલમાં લાવવાથી ચોકકસ લવ જેહાદનું પ્રયોજન કરનાર લોકો ઉપર એક અંકુશ લાગશે.
આથી, આપને વિનંતી કરીશ કે, કેન્દ્રની સરકાર દ્વારા પણ સ્પેશીયલ મેરેજ એક્ટમાં સંશોધન લાવી એક મહિનાની નોટીસ આપવાની કલમ-5 અને 6માં સંશોધન કરી સુધારો કરવા ભલામણ છે. જેમાં કલમ-5માં 30 દિવસના બદલે 60 દિવસનો સમય કરવો અને કલમ-6માં સુધારો કરી જાહેર સ્થળે નોટીસ લગાવવાની સાથે-સાથે લગ્ન કરનારના માતા-પિતાને પણ નોટીસ બજાવવામાં આવે એટલું જ નહી પરંતુ માતા-પિતાની સહમતીનું કોઇ પ્રયોજન સ્પેશીયલ મેરેજ રજીસ્ટ્રેશન એકટના ફોર્મમાં કરવું જોઇએ અને જે તે વિસ્તારના રહેવાસીઓએ જેતે જીલ્લાની મેરેજ રજીસ્ટ્રેટશન ઓફિસમાં જ મેરેજની નોંધણી કરી શકે તેવી કાયદામાં જોગવાઇમાં ઉમેરો કે, સુધારો કરવો જોઇએ. આવું કરવાથી ચોક્કસ લવ જેહાદની પ્રવૃત્તિને રોક લાગશે.
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
