- Kutchh
- જાણો ભગુડા મોગલધામનો ઈતિહાસ અને શા માટે મંદિરના ખજાનચી છે મુસ્લિમ વ્યક્તિ
જાણો ભગુડા મોગલધામનો ઈતિહાસ અને શા માટે મંદિરના ખજાનચી છે મુસ્લિમ વ્યક્તિ

ભાવનગર જિલ્લામાં માતા મોગલનું ભાગુડા ધામ આવેલું છે. ભગુડા ભાવનગરથી 80 કિલોમીટરના અંતરે આવેલું. ભગુડા ગામમાં 450 વર્ષ પહેલા નળરાજાની તપોભૂમિમાં માતા મોગલ પધાર્યા હતા. મોગલ માતાજીના ચાર ધામમાંથી એક ધામ ભગુડાનું મોગલધામ છે. શું તમને ભગુડા મોગલધામનો ઈતિહાસ ખબર છે? આજે અમે તમને મોગલધામના ઈતિહાસ બાબતે જણાવીશું.
આશરે 450 વર્ષ પહેલા દુષ્કાળના કારણે આહીર સમાજના લોકો તેમના પરિવારના સભ્યોની સાથે ગીરમાં ચાલ્યા ગયા હતા. ગીરમાં આહીર અને ચારણ પરિવારના બે વૃદ્ધ મહિલાઓ વચ્ચે બહેન કરતા પણ વધારે વિશેષ સંબંધ બંધાયો હતો. ત્યારે ચારણ પરિવારના વૃદ્ધ મહિલા તેમના ઘરે મોગલ માતાજીની પૂજા કરતા હતા. મોગલ માતા આહીર પરિવારનું કલ્યાણ અને રક્ષણ કરે તે માટે ચારણ પરિવારના વૃદ્ધ મહિલાએ મોગલ માતાજીને કાપડમાં આહીર પરિવારને આપ્યા હતા. ત્યારબાદ આહીર પરિવારના સભ્યો ફરીથી ભગુડામાં રહેવા ચાલ્યા આવ્યા.
આહીર પરિવાર દ્વારા વિધિવિધાનથી માતા મોગલની પૂજા કરવામાં આવી. આહીર પરિવારે પોતાના નલીયાવાલા મકાનની અંદર એક ગોખલામાં માતાજીની સ્થાપના કરી. ત્યારથી જ કામળીયા સોરઠીયા આહીર પરિવારોને માતા મોગલ પર ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ છે. લોકોનું કહેવું છે કે, ભગુડા મોગલધામમાં કોઈ પણ ભક્ત આવીને મનથી માતાજીનું સ્મરણ કરે છે એટલે તેની મનોકામના માતાજી પૂર્ણ કરે છે.
આર્હી પરિવાર દ્વારા જે જગ્યા પર મોગલ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં 23 વર્ષ પૂર્વે એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આજે ભગુડાનું મોગલધામ આખા વિશ્વમાં વિખ્યાત બન્યું છે. મોગલધામમાં જે દર્શનાર્થીઓ આવે છે તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
મોગલધામને લઇને આ વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે, મોગલધામમાં ખજાનચીની જવાબદારી એક મુસ્લિમ વ્યક્તિ સંભાળે છે. આ મુસ્લિમ વ્યક્તિનું નામ રમઝાન શેઠ બોરડાવાળા છે. રમઝાન શેઠ પરિવારની સાથે તળાજાના બોરડા ગામમાં રહેતા હતા. તેમને માતાજીની માનતા રાખી હતી કે તેમનું કામ થઇ જશે એટલે તેઓ માતાજીના મંદિરમાં 1000નું દાન આપશે. રમઝાન શેઠે જે મનોકામના માની હતી તે પૂરી થઇ. એટલે તેમને આહીર સમાજના લોકોને મંદિરમાં 1000 રૂપિયાનું દાન આપવાની વાત કરી.
પણ તે સમયે મંદિરના દાનપેટી નહોતી. તેથી રમઝાન શેઠ દ્વારા મંદિર માટે 350 રૂપિયાની એક દાન પેટી બનાવી અને ત્યારબાદ આ દાન પેટીમાં 650 રૂપિયાનું દાન આપ્યું. આ રીતે તેમને 1000 રૂપિયાની માનતાને પૂર્ણ કરી. ત્યારબાદ રમઝાન શેઠને માતાજી પર વધારે વિશ્વાસ બેસતો ગયો અને તેમને બીજી વખત મંદિરમાં 10 હજાર રૂપિયાનું દાન આપ્યું. રમઝાન શેઠની માતાજી પ્રત્યેની આસ્થાને જોઈને તેમને મંદિર ટ્રસ્ટના ખજાનચી બનાવવામાં આવ્યા છે. બસ ત્યારથી લઇને આજ સુધીમાં મંદિરની દાનપેટી રમઝાન શેઠના હાથે જ ખોલવામાં આવે છે.
મોગલ માતાજીના ચાર ધામ છે. જેમાં એક ધામ ભીમરાણામ, બીજું ધામ ગોરયાળી, ત્રીજું ધામ રાણેસર અને ચોથું ધામ ભગુડા છે. ભગુડાધામમાં વૈશાખ સુદ 12ના રોજ મોટો પાટોત્સવ ઉજવવામાં આવે છે. તો મોગલધામમાં એક પણ દુકાન કે ઘર એવું નથી કે ત્યાં તાળું હોય. લોક વાયકા અનુસાર માતાજી ચોર પર કોપાયમાં થાય છે. તેથી આજ સુધીમાં ભગુડામાં ક્યારેય પણ ચોરીની ઘટના બની નથી.
મંગળવારના રોજ મોગલ માતાજીના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી મંગળવાર અને રવિવારના રોજ મંદિરે લોકોની જનમેદની ઉમટે છે. કામળીયા સોરઠીયા આહીર પરિવારના 60 કુટુંબનો ભેળીયો દર ત્રણ વર્ષે માતાજીને ચડે છે. એવું પણ કહેવામાં આવે છે કે, આશરે 1800થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો જન્મ બેટ-દ્વારકાના ભીમરાણા ગામમાં થયો હતો.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)