- Gujarat
- માત્ર કલેક્ટરને સત્તા હોવા છતા ભાજપના કોર્પોરેટરે બસને પાટણ જવા દાખલો કાઢી આપ્યો
માત્ર કલેક્ટરને સત્તા હોવા છતા ભાજપના કોર્પોરેટરે બસને પાટણ જવા દાખલો કાઢી આપ્યો

લોકડાઉનમાં જિલ્લા કલેકટરને જ માત્ર વાહનોને અન્ય જિલ્લાઓમાં જવા દેવા માટેની મંજૂરી આપવાની સત્તા છે પરંતુ સુરતમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એક બસને પાટણ જવા માટેનો દાખલો બનાવી આપ્યો હતો. હવે આ સમગ્ર મામલે ભાજપના મહિલા કોર્પોરેટર સામે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર હિના ચૌધરી દ્વારા તેમના મત વિસ્તારમાંથી એક બસને પાટણમાં જવા માટે તેમના લેટરપેડ ઉપર મંજૂરી આપવામાં આવી હતી, તેથી બસ માલિક દ્વારા 36 પેસેન્જરોને પાટણ લઈ જવામાં આવ્યા હતા. કોર્પોરેટર દ્વારા કાઢી આપવામાં આવેલા દાખલામાં લખવામાં આવ્યુ હતું કે, તેજસભાઈ બાબુભાઈ પટેલની જય મહાકાલ ટ્રાવેલ્સ પોતાની માલિકીની લક્ઝરી બસ છે. જે મારા મત વિસ્તારમાંથી વોર્ડ નંબર 1 છાપરાભાઠા ગણેશપુરા લોકોને પોતાના વતન પાટણ પેસેન્જર પેટે 36 વ્યક્તિને લઈ જાય છે.
આ સમગ્ર ગામમાં મામલે હિંદુ મહાસભાના કાર્યકર્તાને જાણ થતા તેઓએ કમિશનર અને કલેકટર કચેરીમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, ખાનગી વાહનોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું હોય તો કલેક્ટરની મંજૂરી આપવાની સત્તા છે. છતાં પણ કોર્પોરેટરે પોતાના લેટરપેડ પર બસનો દાખલો કાઢી આપીને તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. જેથી કરી કોર્પોરેટર હિના ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ સમગ્ર મામલે કોર્પોરેટર હિના ચૌધરીના પિતાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પેસેન્જરો રહેતા હોવાથી અમે દાખલો બનાવી આપ્યો છે પરંતુ એમાં બસને વતન જવા માટેની પરમિશન આપી નથી. દાખલામાં કોઈ પણ જગ્યાએ વતન જવાની પરમિશનનો ઉલ્લેખ કર્યો નથી. આ ઉપરાંત બસને રસ્તામાં નકલી પોલીસ દ્વારા ઉભી રાખીને બસના ડ્રાઇવર પાસેથી 10 હજાર રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જેથી અમે 10 હજારનો તોડ કરનાર આ નકલી પોલીસ સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.
આ સમગ્ર મામલે આગામી દિવસોમાં જોવાનું એ રહે છે કે, બસના માલિકને મુસાફરોને પાટણ લઈ જવાનો લેખિતમાં દાખલો કાઢી આપનારા ભાજપના કોર્પોરેટર સામે ક્યા પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Opinion
