- Gujarat
- વ્હાઇટલાયન સિસ્ટમ્સે સુરતમાં ‘The Stánza’ નામનું ગુજરાતનું પ્રથમ હોમ ઓટોમેશન એક્સપિરિઅન્સ સેન્ટર લોન...
વ્હાઇટલાયન સિસ્ટમ્સે સુરતમાં ‘The Stánza’ નામનું ગુજરાતનું પ્રથમ હોમ ઓટોમેશન એક્સપિરિઅન્સ સેન્ટર લોન્ચ કર્યું
સુરત, 8 જુલાઈ, 2025: વ્હાઇટલાયન સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ, જે ભારતના સ્માર્ટ હોમ ટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રણી નામ છે, તેણે આજે સુરતમાં ‘The Stánza’ લોન્ચ કર્યું -જે ગુજરાતમાં આ પ્રકારનું પહેલું હોમ ઓટોમેશન એક્સપિરિઅન્સ સેન્ટર છે. આ ઇમર્સિવ સ્પેસ ભવિષ્યના લક્ઝરી લિવિંગનો અનુભવ સરસ રીતે કરાવે છે — જે સ્માર્ટ ઓટોમેશન અને બુદ્ધિશાળી ડિઝાઇન દ્વારા શક્ય બને છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન આયુષ ઉંધાડ (ડિરેક્ટર, અવધ ગ્રુપ) અને પ્રિતેશ પટેલ (ડિરેક્ટર, સાંગિની ગ્રુપ) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે દીપ પ્રાગટ્ય પ્રખ્યાત આર્કિટેક્ટ બંકિમ દવે (બંકિમ દવે આર્કિટેક્ટ્સ) અને આર્કીટેક્ટ મયુર મંગુકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લૉન્ચ પ્રસંગે વ્હાઇટલાયન સિસ્ટમ્સના ડિરેક્ટર વિશાલ કુકડિયાએ જણાવ્યું કે “The Stánza એ અમારા એ માન્યતા સિધ્ધ કરે છે કે ટેકનોલોજી માત્ર સમજાવવાની વસ્તુ નથી, પરંતુ તેનો અનુભવ કરવો જોઈએ. અમે અમારા યુઝર્સને બતાવવા માંગીએ છીએ કે સ્માર્ટ લિવિંગ કઈ રીતે તેમની દૈનિક જીંદગીનો સ્વાભાવિક ભાગ બની શકે છે.”
દર્શિત ઓઝા અને હર્ષલ દેસાઈ દ્વારા સંચાલિત સુરત ફ્રેન્ચાઈઝીનો હેતુ દક્ષિણ ગુજરાતના આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને હોમબાયર્સ સુધી આ વર્લ્ડ-ક્લાસ અનુભવ પહોંચાડવાનો છે, જેથી તેઓ ટેક-ફોરવર્ડ અને ઇનટ્યુટીવ જગ્યાઓ નિર્માણ કરી શકે. ટેકનોલોજી દ્વારા જીવન સરળ બનાવવાની દૃષ્ટિ સાથે સ્થપાયેલી વ્હાઇટલાયન સિસ્ટમ્સ પ્રા. લિ. હોમ ઓટોમેશન, સ્માર્ટ લાઈટિંગ અને એનર્જી-એફિશિયન્ટ સોલ્યુશન્સમાં ભારતની અગ્રણી પ્રીમિયમ બ્રાન્ડ બની છે. ગુજરાતહેડ ઓફીસ ધરાવતી આ કંપનીએ સમગ્ર ભારતમાં વિસ્તાર કર્યો છે અને હોમઓનર્સ, આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સને ફ્યુચર-રેડી જગ્યા બનાવવા માટે પસંદગીના સોલ્યુશન્સ પૂરા પાડ્યા છે.
કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ છે:
• સ્માર્ટ ટચ પેનલ્સ અને ડિમર્સ
• લાઈટિંગ ઓટોમેશન
• હવામાન નિયંત્રણ (Climate Control)
• સુરક્ષા અને સર્વેલન્સ ઈન્ટિગ્રેશન
• વોઇસ-એનેબલ્ડ ડિવાઇસ સપોર્ટ (Alexa, Google Home, Siri)
વ્હાઇટલાયન તેની ‘મેક ઈન ઇન્ડિયા’ નવીનતા, મજબૂત આફ્ટર-સેલ્સ સપોર્ટ અને રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને હૉસ્પિટાલિટી જગ્યોમાં સ્મૂથ ઈન્ટિગ્રેશન માટે ઓળખાય છે.

