જુલાઇ મહિનામાંપણ વરસાદની તોફાની ઇનિંગ ચાલું રહી છે. જુલાઇની શરૂઆતમાં ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખ્યા બાદ વરસાદ શનિવારે રાત્રથી દક્ષિણ ગુજરાતમાં તોફાન મચાવી રહ્યો છે. સુરતમાં શનિવારે રાતથી રવિવારે સાંજ સુધી અવિરત વરસાદ પડ્યો અને અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તાજેતરમાં સુરતમાં બે દિવસના વરસાદમાં અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવી ગયું હતું, ખાસ કરીને રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટનો વિસ્તાર, વરાછા, પૂણા વગેરેમાં. પરંતુ આ વખતે વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ ટુકડે ટુકડે પડી રહ્યો છે. અગાઉ જેટલો ધમધોકાર નથી પડી રહ્યો, જેને કારણે અત્યાર સુધી ખાડી પૂરના સમાચાર સામે આવ્યા નથી.
દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચ વલસાડમા પણ ધમધોકાર વરસાદ પડી રહ્યો છે