- Gujarat
- સુરત ઓબ્સ્ટેટ્રીક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નિષ્ણાતોએ તબીબોને માર્ગદર્...
સુરત ઓબ્સ્ટેટ્રીક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નિષ્ણાતોએ તબીબોને માર્ગદર્શન આપ્યું
સુરત ઓબ્સ્ટેટ્રીક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી (SOG) સુરત દ્વારા 29મી જૂન રવિવારે હોટલ મેરીયટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પેનલ ચર્ચામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તબીબોની Criminal negligence સંબંધિત ફરિયાદ પોલીસને મળે ત્યારે સતર્ક રહીને કાર્યવાહી કરતી હોવાનું તેમજ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ બોર્ડની રચના કરાવી તબીબોની બેદરકારી હોવા અથવા ન હોવા બાબતે મેડિકલ બોર્ડનો લેખિત અભિપ્રાય મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહીનો નિર્ણય કરતી હોવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટરોને મેડિકો-લીગલ કેસ યા POSCO ના કેસ આવે ત્યારે તરત પોલીસને જાણ કરવાનું સૂચવ્યું હતું.
ગ્રાહક સુરક્ષાના નિષ્ણાત એડવોકેટ શ્રેયસ દેસાઇએ દર્દીની સારવાર વખતે તબીબો એ A-C-P-Cની ફોર્મ્યુલા અનુસરવા અનુરોધ કર્યો હતો. A એટલે કે પેશન્ટને સમયસર અને યોગ્ય રીતે એટન્ડ કરવું. C એટલે પેશન્ટને વ્યાજબી કેર આપવી, P એટલે દર્દીના મેડિકલ રેકોર્ડનું પેપર વર્ક યોગ્ય રીતે કરવું અને જાળવવું તથા C એટલે દર્દીની રીયલ લીગલ અને વેલીડ Consent મેળવ્યા બાદ સારવાર કરવી. આટલી સાવચેતી રાખાવાથી જેથી પાછળથી ઉભા થતા વિવાદમાં યોગ્ય રીતે બચાવ થઇ શકે.
અમદાવાદના ડોક્ટર ડો. એમ સી પટેલ MTP Actની જોગવાઇઓ અને કેસોની છણાવટ કરી હતી. જ્યારે મેડિકો-લીગલ એક્સપર્ટ ડો. હિતેશ ભટ્ટે તબીબને કાનુની કાર્યવાહીની નોટિસ મળ્યા બાદ શું કરવું તે બાબતે સ્લાઇડ પ્રેઝન્ટેશન સાથે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના પ્રમુખ ડો. કોકીલા દેસાઇ, સેક્રેટરી ડો. રૂપા વેકરીયાએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા હતા. ડો. ગુજન અને ડો. મીના શાહ MOC હતા.

