- Tech and Auto
- ટવિટરનો ડબલ ધમાકો, હવે 280 શબ્દ ટાઈપ કરી શકો છો
ટવિટરનો ડબલ ધમાકો, હવે 280 શબ્દ ટાઈપ કરી શકો છો

ટવિટર યુઝર્સ માટે 140 શબ્દમાં પોતાની વાત કહેવાની છૂટ હતી. પરંતુ ટવિટરે આ લિમિટ વધારીને 280 શબ્દોની કરી દીધી છે. જ્યારે ચીન, જાપાન અને કોરીયાની ભાષામાં લખનારા લોકો માટે હજુ પણ શબ્દ સીમા 140 જ રહેશે. કારણ કે આ ભાષાઓમાં લખવામાં માટે ઓછા શબ્દની જરૂરિયાત રહે છે.
ટવિટરે કહ્યું કે અંગ્રેજી ભાષામાં લખાતા નવ ટકા ટવિટ્સમાં 140 શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. શબ્દો માટે લિમિટ હોવાથી લોકોને પોતાના ટવિટ દરેક વખતે એડિટ કરવા પડતા રહે છે અથવા થોડા લાંબા ટવિટ પણ મોકલતા નથી. હવે શબ્દ લિમિટ વધારી દેવામાં આવતા ટવિટરને આશા છે કે ટવિટરનો ઉપયોગ કરનારાની સંખ્યામાં વધારો થઈ શકે છે.
ટવિટર દ્વારા શબ્દ લિમિટનું કેટલાય સમયથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. કંપનીએ ધીમે-ધીમે શબ્દ સીમાને આસાન બનાવવાની તરફ કાર્ય શરૂ કર્યું હતું. હવેથી 140 શબ્દની મર્યાદાવાળા ટવિટ એક ઈતિહાસ બની જશે.
Related Posts
Top News
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
Opinion
