રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના બાળકો માટે આટલી સંપત્તિ છોડી

ભારતીય સ્ટોકના બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેમનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા બિઝનેસ જગતમાં બિગ બુલ તરીકે પણ જાણીતા હતા. તાજેતરમાં, તેમણે અકાસા એરલાઇન શરૂ કરીને સસ્તી હવાઈ મુસાફરીનું વચન આપ્યું હતું.

ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની પાછળ એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડી દીધું છે. તેમના પરિવારમાં પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્રી નિષ્ઠા ઝુનઝુનવાલા, પુત્ર આર્યમન ઝુનઝુનવાલા, પુત્રી આર્યવીર ઝુનઝુનવાલા છે. રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. અહીં જણાવી દઈએ કે તેમની અકાસા એરમાં સૌથી મોટી હિસ્સેદારી તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની છે. બંનેનો કુલ હિસ્સો 45.97 ટકા છે. તેણે તેની પત્ની રેખા ઝુનઝુનવાલાની સાથે મળીને 30 કંપનીના શેરમાં 30,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે.

માત્ર 5,000 થી 40,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય બનાવનાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે રવિવારે મુંબઈમાં અવસાન થયું. અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે, તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સવારે 6.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર વેપારી જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ઝુનઝુનવાલા રેયર એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતા હતા. તેણે પોતાની પેઢી દ્વારા ઘણી કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. તેમાં ટાઇટન, ટાટા મોટર્સ, ક્રિસિલ, અરબિંદો ફાર્મા, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, NCC, એપ્ટેક લિમિટેડ, આયન એક્સચેન્જ, MCX, ફોર્ટિસ હેલ્થકેર, લ્યુપિન, VIP ઇન્ડસ્ટ્રીઝ, જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસ, રેલિસ ઇન્ડિયા, જુબિલન્ટ લાઇફ સાયન્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

ફોર્બ્સની અબજોપતિઓની યાદી અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા હાલમાં અબજોપતિઓની યાદીમાં વિશ્વના 440મા સૌથી અમીર વ્યક્તિ હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા PM નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું, 'રાકેશે આર્થિક જગતમાં અદમ્ય યોગદાન છોડી દીધું છે, જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર ઝુનઝુનવાલા ભારતની પ્રગતિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.'

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.